________________
૨૨૨ :
: : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે . પ્ર. : સંસારના વ્યવહારમાં આની જરૂર પડતી નથી.
ઉ. ? સંસારમાં ધર્મનું જ્ઞાન આવી જાય તો સંસાર બરાબર ચાલે નહિ તેમ માને છે ને? ધર્મ સમજી જાવ તો સંસારની મજા ઉડી જાય ને? સંસારની મજા ર ન ઉડે માટે ધર્મને અભ્યાસ તમે કર્યો નથી ને ? તમારાં બચ્ચાને કરાવતા પણ નથી જ
ને? તે પછી તમારે ઘેર જમે તે મરીને ક્યાં જવાના? અનીતિ મજાથી કરે, ચોપડા , કે બે રાખે, જુઠ બોલે, લોકોને ઠગે તે બધા મરીને કયાં જાય? ૬. સભા : ધર્મ તો કરે છે ને ? ૨. ઉ. ! શા માટે ધર્મ કરે છે? લોકોને સારી રીતે ઠગી શકાય માટે ધર્મ કરે છે છે તો શું થાય? આજે દુનિયામાં ધમની આબરૂ છે કે–ચાંદલો કરે તેને વિશ્વાસ કરે જ નહિ. આ વાત ખરી છે કે નહિ ?
પ્ર. : ધર્મ કરે તો પાપ ધોવાઈ ન જાય? - ઉ. : પાપ ક્યારે ધોવાય? ધર્મ માટે કરે તે ધોવાય કે પાપ માટે કરે તે ય ધોવાય?
પ્ર. : “ર્શનાદ દુરિત વંસી કહ્યું છે ને?
ઉ. : ન કરતાં શું વિચાર આવે તે પાપ નાશ પામે ? “મને પૈસા મળે, જ હું મોજમજાકિ કરૂં તેમ કરે તે માટે દર્શન કરે તે તેનાં પાપ ટળે કે પાપ બંધાય છે જ આવા જીવોને તો મંઢિરમાં પેસવાને પણ અધિકાર નથી. મંદિરમાં પેસે તેને નિસ્સીહી . હું કહીને પેસવું પડે. નિસીહી શું તે જાણે છે? સંસારને વિચાર સરખો પણ ન જ થાય અને વાત પણ ન થાય. સંસારનું સુખ માગવા જાય તેને મંદિરમાં પેસવાને આ વાસ્તવિક રીતે અધિકાર છે ખરો?
પ્ર. : દીકરાને જરૂર પડે તે માગવા ક્યાં જાય?
ઉ. : ભગવાન તે બાપ છે. દીકરો બાપ પાસે શું માગે તે તમે સમજતા નથી? બાપની પાસે મારે વેશ્યાને ઘેર જવું છે તેમ માગે? ભગવાનનો ભગત દુઃખી હોય છે
નહિ. મેગે દુઃખી હોય તે પણ દુઃખમાં મજા માને. દુઃખ માં રૂવે તે ય જ ભગવાનને ભગત નહિ. દુનિયાના સુમમાં મહાલે તે ય ભગવાનને સાચો છે
ભગત નહિ. દુનિયાના સુખથી ગભરાય અને દુઃખમાં મજા કરે તે જ ભગ- 2 વાનને સાચા ભગત !
પ્ર. : સંસારમાં પૈસાનું તેજ કેમ દેખાય છે? ઉ. : તે આંધળાઓને દેખાય છે. જે ખરેખર દેખતા છે તેમને થાય છે કે આ