________________
૫૮૨ :
: શ્રી જૈન શાસન (અવાડિક)
હ્યો છે, સુખ માટે વલખા મારે છે, જયાં ત્યાં ફાંફા મારે છે, પણ એને ખબર નથી કે સુખનેા ભંડાર હું પાતે જ છુ.. બધુ' મારામાં જ છે. બહાર કર્યાં ભટકે છે.
*
આવી જાય
આત્માના ઉપર ઘેર અજ્ઞાનના ગાઢા આવરણાના ઘરના થ: બાઝી ગયા છે, જેથી આ બધી શક્તિઓ આપણી દબાયેલી પડી છે. જેમ સૂર્ય સ્વય' પ્રકાશમાન છે. પણ જયારે ઘનઘાર વાદળા તેની આડા તા તેને પ્રકાશ અવરાઇ જાય છે. પણ જયારે જોરના સુસવાટા ભર્યો પ્રચંડ પવન વાય છે, ત્યારે એક ક્ષણમાં ગાઢ કાળા ઘનઘોર વાદળા દૂર સુદૂર ભાગી જાય છે. તેવી જ રીતે અહિંસા, સયમ અને તપ દ્વારા અનામંદકાળથી આત્માને લાગેલા ચીકણા કર્મોને આ આત્મા વેરવિખેર કરી પેાતાની અનંત શકિતને પ્રગટાવી શકે છે. જરૂર છે માત્ર પુરૂષાર્થની. આજે માનવી ભૌતિકવાદની ભૂતાવળમાં ગળાડૂબ ડૂબી ગયા છે. એશ-આરામ, માજશેખ અને વૈભવ-વિલાસમાં રાચીમાચી આ માનવજીવનને ધૂળમાં મેળવી રહ્યો છે. જયાંથી અનત રત્ના ભરવા જોઇએ ત્યાંથી અનંત કાંકરાઓના ભાર લાદી કમથી ભારે બની દુર્ગતિની ઘેાર ગર્તામાં ખૂંચી જાય છે, જ્યાંની એક ક્ષણ પણ એવી સયકર હોય છે કે એનુ' વર્ણન શ્રવણ કરતાં કહયુ. ચમચી ઉઠે છે.
એ મહાનુભાવ ! જરા વિચાર કર, અહીંયા જરા તાવ આવે ત્યારે તુ ગભરાય છે; જરાક માથુ દુખે છે ત્યારે રાડ પાડે છે, અકળાય છે અને માથુ કુટે છે, તે પછી અહીં આ પાપચાર એવી અધમ જીવન જીવી, હિ'સા, જૂઠ, ચારી, જારી અનીતિ, પચ, વેર ઝેર, દ્વેષ-કલેશ અને ઝગડારંગડા કરી જ્યારે તુ દુતિના ધામે સીધાવીશ ત્યારે હારી શી દશા થરો. હજારો નહિ, લાખ્ખા નહિ, ક્રોડા નહિ બલ્કે અગણિત અને અસભ્ય વર્ષા સુધી નરકતિમાં પરમધામી દ્વારા અસહ્યં તીમ-ધાર દુ:ખા તારે સહવા પડશે માટે હે ભવ્ય ! તુ તારા આત્માને એળખી, આત્મસ્વરૂપને પ્રગટાવવા અહિંસા, સંયમ અને તપના માર્ગ પ્રયાણ કર, જેથી મળેલુ. આ માનવજીવન સાર્થક થાય અને ઉત્તરાત્તર દિવ્ય સુખાને મેળવી અંતે તુ શિત્રસુખના ભાકતા અને.