SearchBrowseAboutContactDonate
Page Preview
Page 570
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે 'ચોધાર આંસુએ રડી પડે. અવાજ ન થાય તેવા કરૂણ રુદનથી બલરાજ છે રહતે રહ્યો. અને આખરે પ્રિયા દમયંતીને સૂતેલી છોડીને ઉભે થઇ નલ છે આ ધીમા પગલે દમયંતીથી દૂર જવા ચાલવા લાગ્યો. વિશ્વાસથી ઘસઘસાટ છે ર સૂતેલી દમયંતીને ત્યાં જ સૂતેલી મૂકીને ચાલતો થયેલો નલ વારવાર આગળ છે જઇ–જઇને પાછું ફરીને સૂતેલી પ્રિયાને જોયા કરતો હતો. ચાલતા ચાલતે જ આ નલ દમયંતીથી એટલો બધે દૂર થઈ ગયો કે હવે દમયંતી દેખાતી બંધ થઈ. તે દમયંતી દષ્ટિપથમાંથી દૂર થતાં જ નલને વિચાર આવ્યો કે-ભૂખથી રે દિ ઘૂરકતો કે જંગલી વાઘ કે સિંહ આ રાનમાં આવી ચડે અને મારા પર જ વિશ્વાસથી સૂતેલી અનાથ બનેલી તે બાળાને તે વાઘ કે સિંહ જીવતીને આ જ જીવતી ફાડી ખાશે તો શું થશે ? તેથી તે મારી નજર સામે જ રહે તે હ. આ રીતે અહી દૂર કયાંક સંતાઈને રાતભર હું તેની રક્ષા કરૂં. સવારે તો મેં ર લખેલા બે રસ્તામાંથી તે ભલે ગમે તે રસ્તે જાય.” આમ વિચારીને જે પગલે જ જ દમ તીથી નલ દૂર થયો હતો તે જ પગલે પાછો ફર્યો. અને દમયંતીને છે જોઈ શકાય પણ દમયંતી જોઇ ન શકે તે રીતે સંતાઇને રહ્યો, - પાછા ફરેલા નલરાજા ધરતી ઉપર પણ શયામાં પોઢેલી દમયંતીને રે જોઇને ફરી પાછા વિચારે ચડ્યા કે–સૂર્ય પણ જેને જોઈ ને તે શકહે છે છે એવા નલના અંતઃપુરની આ સામ્રાજ્ઞી હતી. આજે નલનું અંતઃપુર એક વસ્ત્રવાળુ થઈને જંગલના રસ્તામાં સૂઈ રહ્યું છે. મારા જ હતભાગીના પાપ કમના દોષથી આ કુળવાન સુલોચના અહો ! કેવી દુર્દશા પામી. હતભાગી ૨ હું શું કરું? હું ભરતાને ધણું નજીકમાં હોવા છતાં સુંવાળી સેજ- આ શય્યામાં પિઢનારી આ મહાસતી અનાથની જેમ ધરતી ઉપર સૂઈ રહી છે અને હજી પણ ભરતાધને માલિક હું આ પ્રિયાની આ દુર્દશા જેવા છતાં તે દુખની વાત છે કે જીવતે રહ્યો છું. મારા વડે એકલી મૂકી દેવાયેલી આ જ મગ ચના જાગશે અને મને નહિ જોશે તે ચોક્કસ પ્રાણથી વિખૂટી પડી છે જશે. મારા વગર તે જીવી નહિ શકે. તેથી ભક્તિધર આ પ્રિયાને છોડીને ૪ છે અન્યત્ર જવા મન થતું નથી. મારું જીવન કે મરણ આની સાથે જ છે. આ અથવા તે અનેક દુખોથી ભરેલા આ નરક જેવા અરણ્યમાં નારક છે છે જે દુ:ખી હું એકલે જ બનું તે જ ઉચિત છે. આ સુકુમાર પ્રિયાને મારી આ સાથે સાથે ધખમાં નાંખવી નથી. તેના વસ્ત્રમાં લખેલી મારી આજ્ઞા મુજબ
SR No.537260
Book TitleJain Shasan 1997 1998 Book 10 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1997
Total Pages1092
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy