________________
વર્ષ ૧૦ અંક ૧૩-૧૪ : તા. ૨૫-૧૧-૯૭ :
: ૪૧૭
(૯) વર્ધમાનક :– દીવાના કૈાડિયાં કે ફૂલેાના કૂંડા જેવી–નીચે સાંકડી અને ઉપર પહેાળી એવી આકૃતિના પાત્રને વધુ માનક કહેવાય છે. આપણા જીવનમાં જ્ઞાનાઢિ ગુણાની સાધના અને તે સાધના માટેના ઉલ્લાસ ઉત્તરાત્તર વધતા રહે—એ જ સાચુ વધ માનક છે. આ મંગલ એવી ચઢતી પરિણામધારાનુ પ્રતીક છે.
(૮) મત્સ્યયુગલ :- પાણીની સપાટી નીચે સતત ચંચલત્તાપૂર્વક મત્સ્ય ખેલતા હાય છે. આપણા જીવનમાં ય મન-વચન-કાયાની બધી પ્રવૃત્તિ પાછળ રાગ-દ્વેષની ચંચલ લીલા સતત ચાલ્યા કરતી હેાય છે. અને એથી આત્માની સ્વાભાવિક સ્થિરતા લુપ્ત થઈ જતી હાય છે. આ મંગલના આલેખનથી રાગ-દ્વેષની એ ચંચલ લીલા ઉપ૨ આત્માની સ્વાભાવિક સ્થિરતા પ્રાપ્ત કરવાની શકિત પ્રભુ પાસે માંગવાની છે. લૌકિક શાસ્ત્રમાં મ સ્ય કામદેવનું ચિહ્ન ગણાય છે. આપણા ભગવાન કામના વિજેતા છે અને આપડે એ કામની સામે વિજય મેળવવાના છે—આવા આશય પણ આ મગલ આલેખવ પાછળ સમાચેલા છે.
અષ્ટ મગલની આ સક્ષિપ્ત વિચારણા ઉપરથી સ્પષ્ટ થાય છે કે શ્રી જિનેશ્વર દેવ સમક્ષ અષ્ટ મંગલનુ` માત્ર આલેખન કરવાનુ છે. અષ્ટ માઁગલનુ પૂજન કરવાનું. નથી. પૂજન તા શ્રી જિનેશ્વર દેવનું' કરવાનુ છે. અષ્ટ મંગલનું આલેખન એ પૂજા વિધિના એક ભાગરૂપે કરવાનુ છે. અષ્ટ મગલની આકૃતિ સરળતાથી અને તરત આલેખી શકાય એવી ભાવનાથી પાટલામાં એની આકૃતિ કાતરી રાખવામાં આવતી. જેથી એમાં ચાખા પૂરતાં જ આકૃતિ સ્પષ્ટ થઇ જાય. અજ્ઞાનના યેાગે (અને ‘મંગલના પૂજનથી મોંગલ થાય' એવી લાલસાના ચેાગે) અષ્ટ મંગલનુ પૂજન પ્રચલિત થયુ છે— એ દૂર કરવા આટલી પ્રાસ`ગિક વિચારણા કરી છે.
*
શાસન સમાચાર : જામનગર-દિગ્વિજય પ્લાટ અત્રે શ્રી ધીરજલાલ નાયાભાઈ (નાઈડી)ના ૧૦૮ અઠ્ઠમની પૂર્ણાહુતિ તથા શ્રીમતી રતનબેન નાયાભાના સમાધિપૂર્ણ સ્વર્ગવાસ નિમિત્તે તથા સુપુત્રી શાંતાબેન મહેન્દ્રભાઇના મેરૂમકિર તથા લંડન ના ભત્રીજા પુત્રવધુ નયનતારા જયંતિલાલના નવ ઉપવાસ નિમિત્તો ભા. સુદ ૯ ના રૃ. આ. શ્રી ર્જિનેન્દ્ર સૂ. મ.ની નિશ્રામાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શ્રી સુરેશભાઈ હીરાલાલે ભણાવેલ તથા પૂજા ભક્તિમાં શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મ`ડળ આવેલ.