________________
છે
વર્ષ ૯ અ ક ૪૩-૪૪ તા. ૧-૭–૯૭ :
: ૯૧૫
જ
શાએ કહ્યું છે કે–અનંતા છે સંસારમાં રહેવાના છે. ગમે તેટલા શ્રી અરિહંત પરમાત્માએ જાય, તેમની વાણી સાંભળે છતાં પણ તેને મેક્ષની ઈચ્છા ન થાય, સાધુ ન પણું સાચી રીતે લેવાનું મન ન થાય. મોટેભાગે સંસારના સુખ માટે ધર્મ કરે છે : છે તેમાંથી આપણ જાતની બાદબાકી કરવી છે. સાચી રીતે ધર્મને પામનારા છેડા . 8 હાય છે. તે ચેડામાં આપણે નંબર છે ખરે? માટે જ કહી આવ્યા કે ભગવાનનો ધર્મ છે આ ન પામે તેનો ઘોર તપ નકામો જાય છે. તે તપથી સંસારનું સુખ પામે, તેમાં ગાંડા થાય છે. ૬ અને સંસારમાં ભટકવા જાય.
આપણને આ સંસારનું સુખ કેવું લાગે છે? અનંતા શ્રી અરિહંત પરમાત્માએ છે આ સંસારના સુખને ભૂંડું કહીને ગયા છે એટલું જ નહિ તે સુખનો ત્યાગ કરીને, છે સાધુ થઈને ઘર પરિષહો વેઠીને, કષ્ટો વેઠીને, મોહને મારીને, કેવળજ્ઞાન પામીને, મોક્ષમાર્ગ સ્થાપીને મોક્ષે ગયા છે. તે મોક્ષમાર્ગની પરિપૂર્ણ આરાધના કરીને બીજા છે પણ અનંતા જીવે મેક્ષમાં ગયા છે તો આપણે નંબર હજુ સુધી કેમ ન લાગે? નવકાર ગણુનાની ઈછા શી હોય? નવકાર ગણો જુદા છે અને નવકાર માન જુદો છે. અભવ્યના આત્માએ અનંતીવાર નવકાર ગણે છે છતાં પણ સંસારમાં રખડે છે. સંસારના સુખ માટે નવકાર ગણે તે નવકારને માનનારે ન કહેવાય. સંસારનું સુખ સારું લાગે અને તે જ વખતે ગભરામણ થાય કે “મારું શું થશે?” તો તે નવકારને માનનારો કહેવાય, શ્રી નવકાર મહામંત્રમાં જે પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં છે આવે છે તે બધા આ સંસારનાં સુખમાત્રના વૈરી છે.
શ્રી નવકાર મહામંત્રમાં મોક્ષમાર્ગના સ્થાપક એવા શ્રી અરિહંત પરમાત્માને પહેલે પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. મોક્ષમાર્ગની સંપૂર્ણ આરાધના કરીને મોક્ષે છે પહોંચેલા અને આત્માના અનંત જ્ઞાનાઢિ ગુણમાં વિલસી રહેલા શ્રી સિદ્ધ પરમાત્મા છે એને બીજે પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. મેક્ષમાર્ગ જે પંચાચાર રૂપ છે. તેનું ! સ્વયં પાલન કરનારા અને ગ્ય જીવોને પાસે પાલન કરાવનારા અને જગતને તે પાંચે છે આચારના પાલનનું મહત્વ સમજાવનારા પ્રચારક એવા શ્રી આચાર્ય ભગવંતોને ત્રીજે 8 પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. મેક્ષમાર્ગના જ પ્રતિપાઠક એવા જે સિદ્ધાંતનું જેમાં વર્ણન છે તેવા આગમાદ્ધિ સૂત્રોનું પઠન-પાઠન કરાવનારા શ્રી ઉપાધ્યાય ભગવંતોને ચોથે પદે નમસ્કાર કરવામાં આવ્યો છે. સરળ એવા મેક્ષમાગે આજ્ઞા મુજબ સ્વયં ચાલનારા અને જે કે તે મોક્ષમાર્ગે ચાલવા ઇછે તેને સહાય કરનારા શ્રી સાધુ છે ભગવંતને પ ચમે પદે નમસ્કાર કરવામાં આવે છે.
(ક્રમશઃ)