________________
૮૧૮ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
દરેક તીર્થકરનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હોય છે.
પૂર્વ એટલે ૮૪ લાખ વર્ષને ૮૪ લાખ વર્ષથી ગુણાકાર કરતાં જે સંખ્યા આવે છે તેને પૂર્વ કહેવામાં આવે છે.
એક પૂર્વનાં વર્ષ, નીચે પ્રમાણે થાય છે. ૭૦૫૬,૦૦૦,૦૦૦૦૦૦૦૦ ર્ષિ, સીતેર ૫ હજાર, પાંચસે સાઠ અબજ વર્ષ થાય. જ્યારે શ્રી અજિતનાથ સ્વામી ભાવાન આ અવનિતલમાં વિહરતા હતા, ત્યારે ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થકરો વિચરતા હતા.
એકેક મહાવિદેહક્ષેત્રની ૩૨-૩૨ વિજ્ય હોય છે અને દરેક વિજયમાં તે વારે એકેક તીર્થકર હોય છે. ૩૨૪૫=૧૬૦ [પાંચ મહાવિદેહમાં] ૫ ભરતમાં અને ૫ ઐરાકે વાતમાં કુલ ૧૭૦ છે.
તે વખતે ગર્ભજ મનુષ્યોની સંખ્યા પણ ઉત્કૃષ્ટ હતી.
“નમો અરિહંતાણું” આ એક પઇ દ્વારા ત્રણે કાળના ભૂત, ભવિષ્ય અને વાર્તમાનના અનંતા તીર્થંકરદેવને નમસ્કાર થાય છે. . માટે જ કહ્યું છે કે
ઈકોવિનમુક્કારે, જિવર વસહસ્સ વદમાણસ,
સંસાર સાગરા, તારેઇ નરંવ નારિવા.
શ્રી જિનેશ્વરદેવને એકવાર કરેલ નમસ્કાર સંસાર-સાગરથી તારે છે. ચાહે પછી 8 { તે સ્ત્રી હોય કે પુરૂષ હોય !
શ્રી તીર્થકરદેવોની વાણી ૩૫ અતિશય યુકત હોય છે, ૩૫ અતિશય નીચે છે મુજબ છે.
૧ સંસ્કારત્વ—તેમની વાણી વ્યાકરણના નિયમોથી યુક્ત હોય છે. ૨ ઔદત્ય–ઉચ્ચ સ્વરે બેલાતી. ૩ ઊપચાર પરીતતા–ગામડિયાપણાનો અભાવ-અગ્રામ્ય. ૪ મેઘ ગંભીરશૈષવ–મેઘની જેમ ગંભીર શબ્દવાળી. ૫ પ્રતિના વિધાયિતા–પડઘો પાડનારી. ૬ દક્ષિણત્વ–સરળતાવાળી-સારી રીતે સમજી શકાય તેવી. ૭ ઊપનીતરાગત–માલકેષ વગેરે રોગોથી યુક્ત. ..
ઉપરના તાત અતિશય શબ્દની અપેક્ષાએ હોય છે અને બીજા અતિ અર્થની છે. અપેક્ષા હોય છે.
[ ક્રમશઃJ .