________________
૧૬ ૯ અંક ૩ : તા, ૨૭૮-૯૬ : ,
મંદિરમાં આઠ પ્રકારની પૂનાની અને આરતી મંગલદીપની બોલીના રૂપિયા પણ દેવદ્રવ્યમાં જાય છે. :
વદ્રવ્યની વૃદ્ધિના બીજા પણ કેટલાક ઉપાય છે. આ બધા ઉપાયને લીધે આજે લગભગ તમામ મંદિર પાસે યદ્રવ્ય એકઠું થયેલું છે. કેટલાંક મંદિરે પાસે તે ઘણું જ દેવદ્રવ્ય જમા પડયું છે. જે મંદિરના ટ્રસ્ટીઓ સમજદાર હોય તે એમણે દેવદ્રવ્ય સંગ્રહ નહિ કર જોઇએ. જયાં પણ કેઈ જિનમંદિર છ માલમ પડે ત્યાં એ મંદિરનો જીર્ણોદ્ધાર કરવા માટે આ દેવદ્રવ્યને ઉપયોગ કરી જોઇએ.
આજે “સાધારણ દ્રવ્યની વૃદ્ધિ કરવાનું પરમ કર્તવ્ય બની ગયું છે. જે જે કામમાં દેવદ્રવ્ય કામમાં નથી આવતું ત્યાં સાધારણ વ્ય” કામમાં આવે છે. મંદિરની વ્યવસ્થાનું અને પૂજન સામગ્રીનું ખર્ચ સાધારણ દ્રવ્યમાંથી જ કરવાનું શાસ્ત્રો કહે છે. તમે લેકે સાધારણ ખાતામાં રૂપિયા બહુ ઓછા આપ છો અને ખર્ચ વધારે થાય છે-એ ટ ટ્રસ્ટીએ પિતાના ગજવામાંથી પૂરી કરતા નથી, તેઓ દેવદ્રવ્યને ઉપયોગ કરી નાંખે છે. ! આથી તમને સૌને ખૂબ લાગે છે.
" જેમ દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પૂર્વાચાર્યોએ કેટલાક ઉપાય બતાવ્યા તેમ સાધારણ દ્રવ્યની વૃદ્ધિના ઉપાય, વર્તમાનકાલીન આચાર્યએ બતા વવા જોઈએ. હર સાલ ફંડકાળો કરવાથી પણ જેટલું જોઇએ એટલું સાધારણ દ્રવ્ય મળતું નથી.
જેમ ચૌદ સ્વપ્નની બેલી બેલવામાં આવે છે, તેમ સાધારણ કથની વૃદ્ધિ માટે પણ કઈ બોલીનું આયોજન થવું જોઈએ. બોલી (ઉછામણી) માં તમે લાખો રૂપિયા આપે છે.
સભામાંથી બેલી બેલવામાં અમને લેકને પાને ચડે છે!
મહારાજેશ્રી : સાચું છે ને ! એમ પણ ધનને ત્યાગ થઈ જાય છે ને ! જે રસ્તે. પસા છૂટે એ રસ્તે સારી સાથારણ દ્રવ્ય માટે મારે તમારી પાસેથી પૈસા છેડાવવા છે. કે ઈ મેલીનું આયોજન કરવું પડશે! નહિ તે દેવદ્રવ્યને દુરૂપયેાગ થયા કરશે !
સભામાંથી : દેવદ્રવ્યના રૂપિયા ઉપાશ્રય-ધર્મશાળામાં વાપરી શકાય ખરા?
મહારાજશ્રી : નહિ વાપરવા જોઈએ. તમારે ધર્મારાધના કરવા માટે ઉપાશ્રય ધર્મશાળા જઈએ તે તમારા પૈસે તમે બનાવી લો ! તેમાં દેવદ્રવ્યને ઉપયોગ કદી ન કરે! ક ય તે વ્યાજ સહિત પસા મંદિરને પાછા આપી દે. નહિ તે મહાપાપના ભાગી બનશે. દેવદ્રયની સાથે કદી પણ રમત નહિ કરવી. એટલા માટે કહું છું કે સાધારણ દ્રવ્યની દ્ધિ કરશે તે દેવદ્રશ્ય સલામત રહેશે.