________________
શુ વાર્ષિક કર્તવ્યોમાંથી કંઈક ,
- * -પૂ. આ. શ્રી વિજય ભદ્રગુપ્તસૂરીશ્વરજી મ.
૪. સ્નાત્ર મહોત્સવ
શું વાર્ષિક કર્તવ્ય છે સ્નાત્ર મહેન્સવનું, પરંતુ તમે લેકે સવા રૂપિયા નક સંદિરમાં આપીને જે નાવપૂલ કરે છે કે કરાવે છે. એની હું વાત નથી કરતે હું જે કહું છું તે નાત્ર મહોત્સવ તે ભવ્યતાપૂર્વક કરવાનું હોય છે. ભલે વરસમાં એક જ વાર કરે, પરંતુ એ કરો- ઉત્તમ ભાવથી અને સામગ્રીથી ! સકલ સંઘની સાથે કરે
જેવી રીતે મેરૂ પર્વત પર ચોસઠ ઈદ્રો ભેગા થઈને પરમાત્માને સ્નાત્રાભિષેક કરે છે એ નાત્રાભિષેક કરે છે. તે માટેની સામગ્રી પણ ઉત્તમોત્તમ હેવી જોઈએ. પરમાત્માની સામે સમપિત કરવાની સામગ્રી વિપુલ પ્રમાણમાં હોવી જોઇએ, વિશુદ્ધ હોવી જોઇએ. જે હાથમાં પરમાત્મ પીતિ હશે તે સમર્પણ શ્રેષ્ઠ જ હશે. પ્રીતિ જ સમર્પણ કરાવે છે.
૫. દેવદ્રવ્યની વૃદ્ધિ :
પાંચમું વાર્ષિક કર્તવ્ય છે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું. અર્થાત્ તમારે તમારો દ્રવ્યરાશિ પરમાત્માને સમર્પણ કરવું જોઈએ. દ્રવ્યમાંથી જ જિનમંદિરની મરામત થઈ શકે છે, નવું જિનમંદિર પણ બની શકે છે, જિનપ્રતિમાનું પણ નિર્માણ થઈ
દેવદ્રવ્યની વૃદ્ધિ માટે પૂર્વાચાર્યોએ કેટલાક માર્ગ નકકી કર્યા છે, જેથી કરીને વરસે વરસ સરળતાથી દેવદ્રવ્ય મંદિરને મળતું જ રહે.
મંદિરોમાં જે ભંડાર રાખવામાં આવે છે તે ભંડારોમાં તમે જે વ્ય નાખે તે દેવદ્રવ્ય બને છે.
તીર્થોમાં સંઘપતિ જે તમાલા પહેરે છે એ તીર્થમાલાની બેલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે.
ઉપધાનતપ કરનારાઓને જે માળા પહેરાવવામાં આવે છે તે માળાની બેલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે.
પર્યુષણ પર્વમાં ભાદરવા સુદ એકમના દિવસે જે ચૌદ વાન બતાવવામાં આવે છે, એ સવMાંની બોલીના રૂપિયા દેવદ્રવ્યમાં જાય છે. પારણું ઝુલાવવું વગેરે બેલીના રૂપિયા પણ દેવદ્રવ્યમાં જય છે.