________________
૫૫૪ .
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
સભા, તેમાં ય આવડત જોઈએ ને? ઉ, તે આવડત નહિ હરામખોરી કહેવાય. આજે લુચ્ચાઈને “હોશિયારી કહે છે! ૪
આગળ છેકે આવી લુચ્ચાઈ કરે તે તેને બાપ તેને કહેતો કે–“આવા ધંધા છે બંધ ન કરવા હોય તે મારા ઘરમાંથી નીકળી જા. આવી તારી હોંશિયારી માટે ? જોઇતી નથી !'
સભા દેશ-કાલાનુરૂપ થવું એઈએ ને? બધા કરે તે ખરાબી ક્યાં આવી ? ?
ઉ. ઘણા કરે તે સારું જ હોય ? આવું જે સાધુ પણ માનતો હોય તો તે છે સાધુમાં પણ દુબુદ્ધિ આવી છે. આજે તે બધે બગાડો પેઠો છે. તેથી મારી આ વાત ! તમને સમજાતી નથી, તમારા પલે પડતી નથી.
આજે તપની શકિતવાળા પણ તપ નથી કરતા. આ માત્ર તમારી વાત નથી, અમારી પણ ભેગી છે. આવી દશા આપણી હોય તે આપણે ધર્મ સમજ્યા નથી તેમ કહેવાય ને? તપ કરવાની શક્તિ હોવા છતાં ય તપ ન કરે તો તે આરાધક કહેવાય કે વિરાધક કહેવાય? પર્વ દિવસે તપ ન કર્યો તે અતિચાર છે આજે બધે ઢાંગ વધી ગયો છે. આ કોઇની નિંદા માટે વાત નથી પણ આપણી જાતને જોવા માટે ? વિચારવા માટેની વાત છે. તમારામાં પણ વ્રતધારી કેટલા મળે? આજે તે વ્રત લેનારા છે ય એટલી છૂટ રાખે છે કે તેને તેની સેંધપોથી પણ ખોલવી ન પડે !
એક શ્રાવક મારી પાસે પરિગ્રહ પરિમાણનું પચ્ચખાણ લેવા આવ્યો હતો. તે મેં તેને કહ્યું કે ફરીથી બરાબર વિચાર કરીને આવજે. તે તે ગમે તે ગયો ફરી ! { દેખાય નહિ. એકવાર મને મલી ગયો અને મેં પૂછયું તે કહે કે સાહેબવિચાર છે કરવા બેઠો અને ક્રોડ સુધી પહોંચે તોય ઠેકાણું પડયું નહિ. આવા જે પણ હોય છે!
મારે તે એવું કરવું છે કે જેનકુળમાં અને જેન જાતિમાં જન્મેલો એક જીવ છે એ ન હોવો જોઈએ જે કમમાં કમ ભગવાનના દર્શન પણ ન કરે નવકારશી અને { ચેવિહાર કે દુવિહાર પણ ન કરે શક્તિ હોય તે પિતાના દ્રવ્યથી ભગવાનની પૂજા છે કર્યા વિના પણ ન રહે.
સભામનને માંદે હોય તો! 8 ઉ. આજે મને મનને માંદો કે લાગતું નથી સંસારના કામ માટે ભયંકર 8 છે કષ્ટ વેઠે છે. { “અમે પૂજા નહિ કરીએ તે ચાલે એમ સમજાવવા માગે છે. “મને તો શ્રદ્ધા છે છે” એવું કહો તે હું હરગીજ ન માનું. સાધુ પણ જે આને પુષ્ટિ આપે તો તે ય