________________
વર્ષ - : અંક ૩ તા. ૨૭-૮-૬ :
આ સમયે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યું કે, તમે લડાઈ લડયા વગર શા માટે શરણાગતિ સ્વીકારી લીધી ?
મા પટાંએ આ પ્રશ્નનને જે ઉત્તર આપ્યો, તે ખરેખર ખુબ જ મનનીય છે. તેમણે કહ્યું : “મેં મારી પ્રજાના માનસને ખુબ ઊંડે અભ્યાસ કર્યો. આ અભ્યાસને અંતે એક વાત મારા ખ્યાલમાં આવ્યા વગર રહી નહીં કે, અમારા પ્રજજને સુંદરી અને શરાબની ચુંગાલમાં ફસાઈ ચુક્યા હતા. તેમાંથી તે બહાર આવી શકે તેમ ન હતું. અમારી પ્રજામાંથી શૌર્ય, જેશ અને રાષ્ટ્ર માટે મરી ફીટવાની તમન્ના મરી પરવારી હતી. જ્યારે બીજી બાજુ પર જમન સેનામાં રાષ્ટ-પ્રેમ શૂરવીરતા અને ઉત્સાહ ભાભા ૨ છલકાતા હતા. આથી નાહક લેહીની નદીઓ ના વહે, તે માટે મેં હાર સ્વીકારી લીધી હતી. વિલાસી અને શૌર્યહીન પ્રજાને લઈને રણ મેદાનમાં કઈ રીતે ઉભા રહેવું ?'
ન્યાયાલયે માર્શલ પટાને અપરાધી ઠરાવીને તેમને શિક્ષા કરી, પરંતુ તેમના નિવેદનમાં રહેલી ભારોભાર વાસ્તવિકતાને અસ્વીકાર કેઈનાથી પણ કરી શકાય તેમ નહોતે. સાથે સાચ વિલાસી પ્રજ પિતાના રાષ્ટ્રની આઝાદી કેમ કરીને ટકાવી શકે?
સંય મી, સુશીલ અને સહનશીલ પ્રજા જ શૌર્યવાન અને તેજસ્વી હોય છે. ચર્ચિલ એક અગ્રગણ્ય રાજકારણ અને કુશળ વહીવટકર્તા હતા, તેમણે એકવાર વિધાન કરેલું કે, તે રાષ્ટ્રમાં યુવક અને યુવતિએનું દયેય સિને-સ્ટાર બનવાનું હોય અને જે રાષ્ટ્રમાં આ જ પ્રકારની ચર્ચા સતત રીતે થતી હોય અને નાના બાળકે પણ જ્યાં સિને ગીત ગણગણ્યા કરતા હોય, તે રાષ્ટ્રનું પતન એક નિશ્ચિત હકીકત બની જાય છે.
• ઈન્ડના નાણાંપ્રધાન પ્રોફિયુમા અને વડાપ્રધાન મેકમિલનના પતનની વાત આ વિષય પર શ્રેષ્ઠ ઉદાહરણ છે. કિલર જેવી સુંદરી સાથે ભેગ વિલાસમાં ડુબી રહેવાથી પ્રેફયુમાની કેવી દશા થઈ ? ભોગ વિલાસ અને વધુ પડતા ઈન્દ્રિયોના સુખમાં બેફામપણે રચ્યાપચ્યા રહેવાથી વિનાશ ખુબ ઝડપથી ધસી આવે છે.'
આપણા દેશની આર્થિક બાજુ ઠીક ઠીક નબળી છે. આમ છતાં પણ આપણા દેશમાં બીડી, ચા, સિનેમા પાછળ કેટલા બધા ધનને અપવ્યય થાય છે? એમ અંદાજવામાં આવ્યું છે કે, આપણું દેશમાં ૧૫૮ ની સાલમાં ૩૦ અબજ સિગારેટ પીવામાં આવી હતી. ૧૯૬૨ માં અકડે વધીને ૪૧ અબજ ઉપર પહેર્યો હતો.
રોજ એક રૂપિયે કમાનાર મજુર સરેરાશ આઠઆના સિનેમા તથા એક પેકેટ સિગારેટ પીને પાછળ બરબાદ કરે છે. વ્યસનમાં આટલા બધા પૈસા બરબાદ થવાથી, ખાવા-પીવા, પહેરવા-ઓઢવાની વસ્તુઓ ખરીવા માટે તેની પાસે ખરીદ શક્તિ ન હોવાથી તેને બુમ મારવી પડે છે.