________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
ભોગ નથી ગમતાં પણ શીલ ગમે છે, ખાવા-પીવાદિમાં મજા નથી આવતી પણ ૧પમાં મજા આવે છે. સંસાર ન જોઈએ. જન્મ-મરણથી થાકી ગયેલ છે. જનમવું, ભેગું કરવું, જેમ તેમ જીવવું અને જવું તે તે બેવકૂફનો ધધ છે તેમ તે માને છે.
- તમે બજારમાં કમાવા જાવ તે શરમ આવે છે ? તે વખતે થાય કે ફેક દેવા જેવી ચીજની જરૂર પડી, તેને મેળવવા જવું પડે, અનેકના માં રાખવા પડે. તે તેની શરમ! તમારા બધા વ્યવહારને ભાંગી નાંખવા અમે જમ્યા છીએ. તમારા વ્યવહ ર અમારે ચલાવવા નથી. તમારે અમારી સાથે, અમારે તમારી સાથે એક ની વાત કરવાની. તમારે અમને કહેવાનું કે- આ૫ ભગવાનની વાતથી બીજી કહેશે તે આપને પણ માનીશું નહિ અમારે તે ભગવાને જે કહ્યું તે જ કહે તે અમારા! આમ તમે કહે તે આપણે મેળ જામે. બાકી આપણે બંને ય સંસાર વધારીએ.
તમે કહે કે, હવે અમારે સંસાર વધાર નથી. આ જન્મ-મ૨ણની પરંપરા ઓછી કરવી છે. આ સંસારમાં રહેવું નથી. પુણ્ય યોગે જે દુનિયાની સુખ-સામગ્રી મળી છે તે જ મારે નાશ કરનારી છે, ડુબાડનારી છે, મને પાયમાલ કરનારી છે. જ્યારે આ સંસારથી તારનારી તે દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી છે, તે જ મારા બરા સાથી છે બીજા સાથે મેળ જામતો નથી, કદાચ બીજા સાથે બેસવું, ઊઠવું પડે તે તે કરીએ પણ તેના લેપાયા લેપાઈએ નહિ, તેના તણાયા તણુઈએ નહિ.
આપણે ખોટી સંખ્યા નથી જોઈતી. ભગવાને પણ સંખ્યા પસંદ કરી નથી. કડે અને લાખે મનુષ્યમાંથી ગણત્રીનાને જ સંઘમાં લે છે. બધાને કેમ ન લીધા? સંખ્યામાં માનનાર મૂરખના શિરે મણિ છે. ગમે તેવી સંખ્યા વધારાય નહિ. અમારે ભગવાનના શાસનના લેભાગુઓને ઘાલવા નથી. જેને પોતાનું જ માનસન્માન હોય અને સિદ્ધાંતની પડી ન હોય તેને ય ઘાલવા નથી.
- ભગવાન ના પાડી ગયા છે કે આ સંસારમાં તમારી સંખ્યાની આશા રાખતા નહિ. જેમ જેમ કાળ જશે તેમ સંખ્યા ઘટવાની છે. આ શાસન કઠીન છે. બધા સાથે મેળ રાખવા માગે તેની સાથે, શાસનના સિધાંત સાથે બાંધછોડ કરે તેની સાથે મેળ કરાય જ નહિ.
પ્ર. આજનું ભણવવાનું કેમ નહિ ?
ઉ. અમે અભણ છીએ? તમારે પૈસા કમાવવા માટે ભણવું છે તેની ના કહું છું. પૈસા માટે ભણવું તે પાપ છે. શ્રાવક પૈસા માટે, પેટ માટે ભણાવે નહિ પણ સજજન કરવા ભણાવે. મારે છોકરો કગાય નહિ, કેઈને ઠગે નહિ માટે ભણાવે. આજે