SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ JEG ELHEIE – પાલનપુરના આંગણે ઉજવાયેલ એતિહાસિક ઉત્સવ ચરમતીર્થપતિ શ્રમણભગવાન શ્રી મહાવીરદેવના શાસનમાં થઈ ગયેલ વર્ધમાન તપના આરાધકોમાં શિરમોર સ્થાને બિરાજમાન નિસ્પૃહશિરોમણિ તપસ્વસમ્રાટ પૂ.પાત્ર આચાર્યદેવ શ્રીમદ્વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.ની અોડ-વિશિષ્ટ ગણી શકાય તેવી ૧૮-૧૮ વર્ષ સુધી ઠામવિહાર એળીની ભીષ્મ આરાધના કરવા પૂર્વક વર્ધમાનતપની ૧૦૦+૧૦૦+૮૫ મી એળી (૧૩,૭૫૫ આયંબિલ+૨૮૫ ઉપવાસ=૧૪,૦૪૦)ની પૂર્ણાહુતિ નિમિતે ભાગળ નિવાસી શાહ જોઇતાલાલ ટોકરદાસ પરિવાર તરફથી વિ. સં. ૨૦૧૨ના ભાદરવા વદ ૧૨ (તા. ૯-૧૦-૯૬, બુધવાર) થી આસો સુદ ૧ [તા. ૧૩-૧૦-૯૬, રવિવાર સુધી ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઉજવાઈ ગયા. પાલનપુરના અાંગણે ઉજવાએલ આ ઉત્સવ યાદગાર બની જવા પામ્યું. મહોત્સવ આયેજક પરિવારની ઉદારતા ખૂબ પ્રશંસાદાયક રહી પૂ શ્રીની એળીની પૂર્ણાહુતિની અનુમોદનાથે છેલ્લા ત્રણ દિવસ (ભા. ૧૪-૧૩-૧૪-અમાસ) સામુહિક આયંબિલની આરાધનાની તથા ભાદ. વદ અમાસના એક દિવસના આયંબિલની વાત મુકાતા વિપુલ માત્રામાં આરાધકે જોડાયા. આ પાંચેય દિવસ શામળા મહાવીર જિનાલયે તથા જયાં ઉત્સવની ઉ વણી થવા પામી તે વાણારસી નગરીમાં પરમાત્માને ભવ્ય અંગરચનાઓ થઈ હતી. શિસ્થાનક મહાપૂજન-અહદ અભિષેક મહાપૂજન-૧૦૮ પાશ્વનાથ મહાપૂજન તથા શ્રી બૃહદ અષ્ટોત્તરી શાંતિસ્નાત્રમાં ફળ તથા નેવેદ્યાદિની વિશિષ્ટ ગોઠવણ, સાધર્મિક ભકિત, સાધમિકેને ગુપ્ત સહાય, તપસ્વિના પારણા, વિશાલકાય મંડપમાં માત્ર દવાઓની રોશની વચ્ચે મનોરમ્ય પ્રભુભકિત ખૂબ સુંદર રીતે થવા પામેલ, સાથે સાથે ઉત્સવ દરમ્યાન અનુકંપા, વૃધ્ધ-અશકત-અપગેને મિષ્ટભંજન, ગ્લાનાદિને ફળવિતરણ આદિના કારણે પ્રસંગ વિશેષ અનુદનીય થવા પામ્યું. પારણાના દિને જીવદયાનું કાર્ય કરવું એ સૌનું પરમ કર્તવ્ય છે.” એવું તપમૂર્તિ પૂજયશ્રી શ્રીમુખે સાંભળતાની સાથે જ પંદર મિનિટના ટુંક સમયમાં ૧૪ લાખથી પણ વધુ રકમની ટીપ જીવદયા માટે થઈ, ગુરૂપૂજનને ચડાવ ઉછળતા ઉમંગે વચ્ચે ૨ લાખ ૮૫ હજારની રકમ સુધી પહોંચે. રૂ. ૩૦ નું સંધપૂજન થયેલ. ગામ-પરગામના માનવ મહેરામણથી આ પ્રસંગ ઉલાસભેર ઉજવાયેલ. પાલનપુર સંઘના-સ્વયંસેવકને ઉત્સાહ પણ અનેરે હતે. (અનુ. પેજ પ૬ ઉપર)
SR No.537259
Book TitleJain Shasan 1996 1997 Book 09 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1996
Total Pages1030
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy