________________
ટેક
આત્માને ઉપદેશ ચેતે તે ચેતાવું તને, પામર પ્રાણી. સજી ઘરબાર સારૂ, મિથ્યા કે છે મારૂ મારૂ તેમાં નથી કહ્યું તારૂ રે, પામર પ્રાણી. . તારે હાથે વપરાશે, તેટલું જ તારૂ થાશ બીજુ તે બીજને જાશે રે, પામર પ્રાણી. માખીએ મધ કીધું, ન ખાધુ ન દાન લધું, લુંટનારે લુંટી લીધુર, પામર પ્રાણી. ખંખેરીને હાથખાલી, ઓચિંતાનું જવું ચાલી. કરે માથાકુટ ઠાલી રે, પામર પ્રાણી સાહકારમાં સવારે, લપતિ તું લખાયે કહે સાચુ શું કમાયેરે, પામર પ્રાણી. આવે તારી સાથે એ, કમાયા તું માલ કે અવેજ તપાસ તે રે, પામર પ્રાણી. દેવે નરતનુ દીધી, તેતે ને કિસ્મત કીધી, મણી સાટે મેંશ લીધી રે, પામર પ્રાણી. બળામાંથી ધન બાયુ, ધુળથી કપાળ ધાયુ જાણ પણું તારૂ યુ રે, પામર પ્રાણી. હાજી હાથમાં છે બાળ, કર તું પ્રભુને રાજી; તારી મુડી કર તાજી રે, પામર પ્રાણી હાથમાંથી બાજી જાશે. પછીથી પસ્તા થાવીકશુ ન કરી શકાશે રે, પામર પ્રાણી મનને વિચાર તા, મનમાં રહી જનાર વળતી ન આવે ત્યારે રે, પામર પ્રાણી. નીસર્યો ત્યાં શરીરથી, પછી તું માલેક નથી, દલપતે દીધુ કથી રે, પામર પ્રાણી.
*