________________
સૂત્રના દૈનિક અતિચારની ચર્ચામાં નરેન્દ્રસાગરસૂરિજી રીતસર ગબડી પડયા છે. હવે પોતાની શોચનીયો દશાને ઢાંકવા માટે તેઓ વ્યર્થ ભાગાભાગ કરી રહ્યાં છે. ઉતાવળે જે તે શાસ્ત્રપાઠો રજુ કરીને કરેલી ભૂલ બદલ હવે નરેન્દ્રસાગરજી નિરાંતે સંતાપ વેઠી રહ્યા છે. પાક્ષિક અતિચારમાં નરેન્દ્રસાગરસૂરિજી જો પારિભાષિક' સુમનિગોદ લેતા હોય તો તેમનો અજ્ઞાનનો ઘોર અંધકાર વધુ ગાઢ બને છે. અજ્ઞાનના ઘોર અંધકારમાં આટલા બધા અથડાઈ-ટીચાઈ-કુટાઈ રહ્યાં છે છતાં એમાંથી બહાર નીકળવાની બુદ્ધિ નરેન્દ્રસાગરજીને કેમ નહિ જાગતી હોય? આ વિષય સ્પષ્ટ જ છે તેથી વધુ પુનરુક્તિની જરૂર લાગતી નથી.
જ્ઞાનચતુ કની ચર્ચામાં પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રી, વિચ્છેદ પામેલ મન:પર્યવજ્ઞાન ન લઈ શકાય એજ કહે છે. વિવસાવિશેષથી થતી વ્યાખ્યા માટે દરવાજા તેઓશ્રીએ ખુલ્લા જ રાખ્યા છે. ઔત્પાતિકી બુદ્ધિ આદિ લેવાનું તેમણે “જ' કાર પૂર્વક કહ્યું જ નથી. પોતાના “આવાગમન' ના સંસ્કૃત વ્યાકરણના અજ્ઞાનને ઢાંકવા માટે “ પાદિકી” ને આગળ કરનાર નરેન્દ્રસાગરજીને મુદ્રણદોષનો અનુભવ નથી?) કોટ્યશની ચર્ચામાં જણાવવાનું કે કેવલીદષ્ટ “અનંતદ્રવ્ય” નો કરોડમો કે એકસો આઠમો ભાગ “અનંતદ્રવ્ય” જ કહેવાય. અનંતદ્રવ્યના અતભેદ પડી શકે છે અને તે દરેક ભેદ અનંત જ કહેવાય. તેથી કેવલીદ્રષ્ટ અનંતદ્રવ્યનો કરોડમો કે એકરો આઠમો ભાગ પણ અનંત જ હોય- આ વાત લોકપ્રકાશ' ના પાઠો મૂકી શકનાર નરેન્દ્રસાગરજી શા માટે ભૂલી જાય છે? કોયંશનો પૂ. પ્રશ્નોત્તરકારશ્રીએ કરેલો શાસ્ત્રસાપેક્ષ અર્થ સ્વીકારવામાં આટલી શરમ શા માટે? “અનંતદ્રવ્ય” ના અર્થમાં વાંધો આવે એવો કોટ્યશ” નો અર્થ કરવાનો આટલો દુરાગ્રહ શા માટે રાખો છો?
‘કુલકોટિ ની સંખ્યા ગણવા જતાં નરેન્દ્રસાગરજીથી એક મીડું વધારે મૂકાઈ ગયાનું મેં તેમને જણાવ્યું, પણ હજી તેઓ તે ભૂલ સુધારતા નથી. આવી જડતાવાળા, બીજાને ભણાવવા અને સુધારવા નીકળી પડે ત્યારે તેમની દયા આવે છે. મુંબઈ-અમેરીકાનાં બહુમાળી મકાનોનો અભ્યાસ કરવાની સલાહ આપતા પહેલાં તેમણે, મેં આપેલ આંકડાઓનો અભ્યાસ કરવાની જરૂર હતી. ન આવડે તો કોઈ અભ્યાસીને (કે છેલ્લે મને) પૂછી જોવામાં શરમાવાની જરૂર હતી નહિ. પૂછયું નહિ, અને ફરી ખોટી ગણતરી પકડી રાખી તેમાં શરમાવા જેવું જરૂર થયું છે. ઠોઠ નિશાળીયો પણ શરમાયા વિના પૂછે અને શીખે તો પંડિત થાય. “મને તો બધું આવડે’ નો ફાંકો રાખે તો ઠોઠનો ઠોઠ જ રહે. અયોધ્યાથી અષ્ટાપદજીનું અંતર અને કુલકોટિની ગણતરીના પ્રશ્નોમાં ગીતાર્થ મહાપુરુષની ભૂલો કાઢવા જતાં તમારી શક્તિનું પ્રદર્શન થઈ ગયું છે. હજી ય ભૂલો કાઢવાનો શોખ છોડી ભણવાનો રસ કેળવશો તો શાસ્ત્રો વાંચતા આવડશે. પછી ફેંકાફેંક કરવાની જરૂર નહિ પડે. આખ ભાવે' તમને આ સલાહ, નાનો છું છતાંય મારે આપવી પડે છે. કારણ કે તમારે ત્યાં આવી સલાહ આપનાર કોઈ નહિ હોય. આજ સુધી “આપ્તભાવે સલાહ આપ્યા કરવાની તમારી ટેવના કારણે, સલાહ લેવાનું તમને એ કરું લાગશે. પણ લેવામાં તમને જ લાભ છે. મારો તો મહાપુણ્યનો ઉદય છે કે આખ મહાપુરુષોની છાયા સતત મળતી રહી છે, તેથી મને અનાથ માનીને મારા આખ બનવાના ચાળા કરશો નહિ. “ચડ જા બેટા શૂલી પર' ની ઉક્તિ અનુસાર ચઢાવનારા અમારે ત્યાં નહિ, પણ તમારે ત્યાં ઘણા લાગે છે, અને તમારા જેવા ભોટ ચઢીય જાય છે. નહિ તો વિ. સં. ૨૦૪૪ના સંમેલનમાં ઠરાવો લખવાની કામગીરી તમને સોંપીને, પછી એ જ ઠરાવો અમાન્ય કરીને સંમેલનમાંથી ખસી જવાની જાહેરાત તમારી પાસે જ કરાવવાની નામ શીમાં તમને કોઈએ મૂકયા ન હોત! તમારા પક્ષમાં અત્યારે તમારું સ્થાન કયાં અને કહ્યું છે
(વર્ષ ૯ : અંક ૯/૧૦ તા. ૧૫-૧૦-૯૬
: ૧૯૩