________________
“સિદ્ધચક વર્ષ-૯ પૃ. ૨૦૨) આગમોદ્ધારક પ્રવચન શ્રેvi . 9. ૪૦૧ ઉપર શ્રી તીર્થકરો રોજ દેશના આપે એવી વાત પાંચવાર લખી છે. તેની સામે આ સુપાત્ર માન છે. નરેન્દ્રસાગરજીના પિતાગુરુદેવ સ્વ. હંસસાગરજી એ “કલ્યાણ સમાધાન શુદ્ધિપ્રકાશ' માં (હા, તેઓશ્રી પણ પોતાની અને ઘરની અશુદ્ધિ સાચવી રાખીને આખા ગામની શુદ્ધિ કરવાના ભારે શોખીન હતા.), “બ્રાહ્મી-સુંદરીજી પરણેલાં હતાં” આ વાતનું જોરદાર પ્રતિપાદન કર્યું છે. તેમના સુપુત્ર નરેન્દ્રસાગરજી તે અંગે આજ સુધી ચૂપ છે અને પૂ. પ્રશ્નોત્તરકર્ણિકાકારશ્રીની એ જ વાત સામે નરેન્દ્રસાગરજી બધાં શસ્ત્રો સાથે તૂટી પડયા છે. અશ્લીલભાષા અને અશિષ્ટ ઉદાહરણો વાપરીને બીજા ઉપર તૂટી પડતા પહેલાં પોતાની તરફ નજર કરી જુઓ, નરેન્દ્રસાગરજી. શાસ્ત્રનિષ્ઠાને નામે હડહડતા પક્ષદ્વેષનું અને વ્યક્તિદ્વેષનું પ્રદર્શન થઈ રહ્યું છે તેનો ખ્યાલ રાખો.
નરેન્દ્રસાગરસૂરિજી બીજાનું ખંડન કરવા માટે શ્રી તત્ત્વાર્થસૂત્રના પાઠો રજુ કરે છે. આ જ શ્રી તત્ત્વાર્થસૂત્રની કારિકાની ટીકામાં સ્પષ્ટ લખ્યું છે કે – “યે દયામઃ - તીર્થંકર પ્રતિક્િવસમાં વરમાં પૌરુષ શર્માથાં રોf I'' (શ્રી તીર્થકર ભગવંત દરરોજ પ્રથમ-અંતિમ પ્રહરમાં દેશના આપે છે.) આ શાસ્ત્રપાઠને ધ્યાનમાં લીધા વિના નરેન્દ્રસાગરસૂરિજીએ જે બબડાટ કર્યો છે, તે ઉસૂત્રપ્રેમી આત્માને શોભે તેવો હોવાથી સર્વથા નિંદનીય છે. શ્રી પ્રશ્નોત્તરકારશ્રી આદિની “શ્રી તીર્થકરો દરરોજ દેશના દે' - આ વાત શાસ્ત્રીય જ છે. તેની સૌ કોઈ નોંધ લે.
અસંખ્યાત નિકાચિત જિનનામકર્મવાળા જીવો, શુદ્ધ આયંબિલની વ્યાખ્યા, બારાવિભુતિસ્વરૂપ અરિહંતની ઋદ્ધિ કર્મના ઉદયજન્ય છે- વગેરે ચર્ચામાં નરેન્દ્રસાગરસૂરિજીએ પોતાની “દબાયેલી આંગળી’ લાક્ષણિક ઢબે હળવેકથી ખેંચી લીધી છે. છતાં આ બધી ચર્ચામાં પોતાનો ઉપહાસ થયો તે તેઓ જીરવી શક્યા નથી. પૂજયપુરુષોની ટીખળો કરતા અને ઠેકડી ઉડાડતા મોટા થયેલા નાદાનશિશુ નરેન્દ્રસાગ્રસૂરિજીને હવે રહી રહીને “ટીખળ કરવી કે ઠેકડી ઉડાડવી” એ નાદ. માણસનું કર્તવ્ય લાગી રહ્યું છે. છેલ્લે છેલ્લે પણ તેઓ સુધરી જાય તો ખોટું નથી. (જો કે સુધરવાની આશા નહિવત્ છે.)
નરેન્દ્રસાગરજી પોતે તો અભણ છે જ. પણ એમને ત્યાં બીજા પણ કોઈ ગીતાર્થ કે અનુભવી ન હોવાથી, અસંખ્યાત નિકાચિત જિનનામકર્મવાળા જીવો અને શુદ્ધ આયંબિલની વ્યાખ્યાનું શાસ્ત્રીયખંડન કરવા માટે તેમને હજી સુધી શાસ્ત્રપાઠ મળ્યો નથી. આવી પોતાની લાચારદશાને છૂપાવવા માટે અને રહીસહી આબરૂ (સિલકમાં બચી હોય તો) ને સાચવી રાખવા માટે તેઓ લખે છે કે “મારી પાસે પાઠો તે અંગે છે કે નથી એ વાત બાજુ પર રાખી તમે શાસ્ત્રપાઠો જાહેર કરો.” પોતાની પાસે પૂ. પ્રશ્નોત્તરકારશ્રીની ઉપરોકત શાસ્ત્રીય વાતોનું ખંડન કરવા માટે શાસ્ત્રપાઠો નથી - એમ કબૂલ કરતાં નરેન્દ્રસાગરજી શરમાઈ રહ્યાં છે. આ અનાડી “શિશુ' હજી અજ્ઞાનના ઘોર અંધકરમાં અથડાતા ન રહે તે માટે અહીં એક શાસ્ત્રપાઠ મુકું છું. :
दु-ति - चउअंगुलमाणं, नीरं जइ हवइ सिद्धभत्तुवरि । आयंबिलं विशुद्धं, हविज्ज तो सव्वकट्ठहरं ।। १११ ।।।
શુદ્ધ આયંબિલની વ્યાખ્યા જણાવતો આ શાસ્ત્રપાઠ કયા શાસ્ત્રનો છે - તે નરેન્દ્રસાગરજી શોધી કાઢે. આ શેખીખોર આચાર્યશ્રીને શાસ્ત્રનું નામ નહિ જડે તો મને પૂછાવી લેવાનું આમંત્રણ આપું છું. અસંખ્યાત નિકાચિત જિનનામકર્મવાળા જીવોની વાત ઉપર શાસ્ત્રપાઠ આપીને નરેન્દ્રસાગરજીને ખંડન કરવાનું હું આમંત્રણ આપું છું. બાકી ખોટો લવારો કર્યા કરશે તો તેમની ઉપેક્ષા કર્યા વિના બીજો ઉપાય નથી. સાત લાખ
૧૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક))