________________
૧૨૮ :
* શ્રી જૈન શાસન (અઠવાડિક)
વગેરેને ઉપયોગ કરવો જોઈએ નહિ. પૂજા માટે વપરાતાં વો દરરોજ જોવાવાં જોઈએ. જોવાનું ન જ બને તે પાણીમાં ભેળવી તે જોઈએ જ. બહેનેને પૂજા માટે પહેરવાનાં ત્રણ તથા રૂમાલ, આ સિવાયના વારે વાપરવાની વિધિ નથી. ઉપકરણેની શુદ્ધિ. ભાવશુદ્ધિનું કે ભાવપ્રાપ્તિનું ખૂબ જ મહત્વપૂર્ણ સાધન છે. ઉપકરણની શુદ્ધિની ઉપેક્ષા . ખરેખર તે ભાવની જ ઉપેક્ષા કરવા બરાબર છે.
ગભારામાં જઈને મુખકેશ બાંધીને સૌથી પહેલા મારપીંછીથી પ્રતિમાજીનું પ્રમાર્જન કરી નવાંગે (બે અંગુઠા, બે ઢીચણ, બે હાથ, બે ખભા, મસ્તક, પાળ, કંઠ, હદય અને નાભિ.) વાસક્ષેપથી પૂજા કરવી. ત્યારબાદ પ્રતિમાજી ઉપરથી આંગી તેમજ પુષ્પાદિ નિર્માલ્ય દ્રવ્ય ખૂબ જ જયણાપૂર્વક ઉતારી, ગાયના દૂધથી પ્રક્ષાલ કરે. પછી કવામાંથી લાવીને ગાળેલા અને કેસર કસ્તુરી વગેરે સુગંધી દ્રવ્યથી સુવાસિત કરેલા નિર્મળ જળથી પ્રક્ષાલ કરે. પાણીના પક્ષાલથી નિર્માબ બનેલાં પ્રતિમાજીને કમલ અને કિન્નરી વિનાના ચખાં જંગલુંછણાથી તદ્દન કેરાં કરવાં. આ વખતે શ્રી તીર્થ કરનામકર્મના બંધથી આરંભીને શ્રી કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીની પ્રભુની પદસ્થ (છવસ્થ) અવસ્થામાંની, ઈન્દ્રાદિ દેવતાઓએ મેરૂ પર્વત ઉપર કરેલા જન્માભિષેક સ્વરૂપ જન્મા. વસ્થાનું વિશેષથી પરિભાવન કરવું.
અહીં ખ્યાલમાં રાખવું જોઈએ કે પુષ્પાદિ નિર્માલ્ય દ્રવ્ય અને અભિષેકના ધ-પાણી, એગ્ય સ્થાને જ્યાં કેઈને ચાલવાનું ન હોય, જગ્યા જીવજંતુથી રહિત હોય અને જ્યાં કોઈ અશુચિ ન હોય તેવા સ્થાને નાખવાં જોઈએ. એ વસ્તુઓ ગટર વગેરે અપવિત્ર સ્થાને જવી ન જોઈએ. તેમજ અભિષેક વખતે આપણા હાથમાંના કળશ વગેરે ઉપકરણે પતિમાજીને અડવાં ને જોઈએ. જંગલુંછણ વખતે પણ આપણા નખ વગેરે પ્રતિમાજીને લાગી ન જાય એની કાળજી રાખવી જોઈએ. શરીરને પરસેવે વગેરે ખેસ કે ઘોતિયું વિગેરે પૂજના વસ્ત્રોથી સાફ કરાય નહીં. આવશ્યકતા મુજબ એ માટે સ્વતંત્ર ટુવાલ વગેરે રાખી દરજ એને દેવાને ખ્યાલ રાખવો. પ્રતિમાજીના કોઈ પણ ભાગમાં કેસર વગેરે રહી ગયું હોય તે તેને સાફ કરવા વાળા કુંચીને ઉપયોગ ન છૂટકે અને બહુ જ સાચવીને કરવો જોઈએ. બને ત્યાં સુધી તે ભીનાં અંગઉં છણા અને ચાંદીની સળીને જ ઉપયોગ કરે છએ.
ઉપર જણાવ્યા મુજબ પ્રતિમાજીને તદ્દન કેરા કર્યા બાદ બરાસ વગેરે સુગંધી દ્રવ્યથી વિલેપન કરી અનુકુળતા મુજબ વરખ કે બદલા વગેરે મૂલ્યવાન દ્રવ્યથી અંગરચના કરવી. રૂ કે વેલ્વેટનાં ફૂલ જેવાં તુરછ દ્રવ્યથી આંગી કરવાનું નથી. આંગી માટેનાં દ્રવ્ય કીમતી હોવા જોઈએ.'
[ ક્રમશ ]