________________
T
પાક |
-
પ્યારા ભૂલકાઓ,
પર્યુષણ મહાપર્વ આવીને ચાલ્યા ગયા. આ મહાપર્વની સુંદર આરાધના તમે સૌએ કરી હશે. શ્રી સાંવત્સરિક પર્વ એટલે પ્રતિક્રમણ કર્યા પછી નૂતન વર્ષને આરંભ સવ સાથે ક્ષમાપના અને સર્વ પાપોની આલોચના કર્યા બાદ જેમ નવા વર્ષને પ્રારંભ થાય અને નવા નવા કાર્યો કરે તેમ નવા પાપોની વણઝાર ઉભી ન થાય તેની સતત કાળજી રાખશો. જેની જેની સાથે ક્ષમાપના કરી હોય તેની તેની સાથેનું વર્તન, વાણી અને વિચાર બદલાઈ જવા જોઈએ.
સુહલકમુનિ અને કુંભાર બન્નેનું વર્તન, વાણી અને વિચાર સમાપના કર્યા પછી એક સરખા હતા ત્યારે મૃગાવતીજી અને ચંદનબાળાજીના વતન વાણી અને વિચાર તદન બદલાઈ ગયા હતા. વર્તન નમ્રતા ભરેલું હતુ, વાણી કમળ હતી અને વિચારે સદ હતાં માટે જ મૃગાવતીજીને નુતન વર્ષમાં નવા સંવત્સરમાં પ્રવેશ થયે.
આપણે પણ સૌ ક્ષમાપના કરી એ મૃગવતીજી અને ચંદનબાળા જેવી, આ મહાપર્વની પધરામણી પ્રસંગે મારાથી જે કઈ દાખ થયું હોય તે તેની હું ક્ષમા યાચું છું વિછા મિ દુક્કડમ્ પાઠવું છું.' છે. તમે પણ જરૂરથી પાઠવશેને
બાલવાટિકાના અવનવા ચમકારા તમે સો નિહાળી રહ્યાં છે. તમારે માટે બાલવાટિકા હંમેશ નિત નવું સાહિત્ય પીરસતું જાય છે. અને તમને સૌને તેમાં આનંદ આવે છે.
તમારી પાસે પણ આવા અવનવા લખાણે હોય તે જરૂરથી મોકલશે. સુગ્ય લખાણને સ્થાન મળશે.
બસ એજન્મ
રવિશિશુ જૈન શાસન કાર્યાલય, જામનગર