________________
. શ્રી જેને શાસન (અઠવાડિક)
૨
દ્વાદશ અતિથિસંવિભાગ વત : શ્રી વીતરાગ પરમાત્માની પરમતારક આજ્ઞા મુજબ સર્વદા આરા વના કરતા હવાથી જેઓને પર્વ કે અપર્વ તિથિને વિભાગ નથી એવા પૂ. સાધુ ભગવાને અતિથિ કહેવાય છે. આવા અતિથિઓને આહાર- પાણી વગેરેને સવિભાગ ૨ એટલે આપવું -તેને-અતિથિ-સંવિભાગ વ્રત કહેવાય છે. આ વ્રતનું પાલન આમ તે દરરોજ કરવું જોઈએ. ભગવાનની આજ્ઞા મુજબ સર્વથા નિષ્પાપ જીવનનું પાલન કરનારા પુ.. સાધુ-સાધવી મ. પિતાના આહારાદિ માટે પણ કઈ જ હિંસાદિ પાપ કરતા નથી. આપણી પાસે તેઓશ્રીના કામમાં આવે એવી કઈ પણ આહારદિ સામગ્રી હોય, તેને “આ ગ્રહણ કરો અને મને ભવથી તારે' આવી એકમાત્ર વિશુદ્ધભાવનાથી પૂ સાધુ-સ દવી મ. ને વહરાવવી એ, સમ્યગશનાદિની પ્રાપ્તિનું અમોઘ સાધન છે.
વર્તમાનમાં. વિહાર ઉપવાસ સાથે આઠ પ્રહર દિવસરાને પાવધ કરી બીજે દિવસે પૂ. સાધુ-સાધવી મને વહરાવી તેઓ જે દ્રવ્ય વહેરે તે જ દ્રવ્ય વાપરીને એકાશન કરવું- આવા વિધિના પાલનથી આ ચોથું શિક્ષાત્રત આરાધાય છે. 1 ઉપર જણાવ્યા મુજબ વરસમાં અથવા મહિના વગેરેમાં (ઓછામાં ઓછું એક
વા૨) અમુક વાર અતિથિસંવિભાગ કરીશ. - આ પ્રમાણે વતની આરાધના કરનારે અથવા તો ૫. ગીતાર્થ ગુરુ ભગવંતની, - આજ્ઞાથી પષધોપવાસ વિના માત્ર ૬ સાધુ-સાધવી મને વહોરાવીને વહેરેલા દ્રવ્યથી જ તે તે દિવસે અથવા તે તે કે નિર્વાહ કરી અપવાદે આ વતની આરાધના કરનારે ખૂબ જ ભક્તિપૂર્ણ હૃદયે સત્કારાદિપૂર્વક સુપાત્રદાન આપવું જોઈએ.
* કોઈવાર પૂ. સાધુસાધવી મને યોગ ન મળે તે સાધર્મિક ભાઈબેનને જમાડીને પણ ઉપર જણાવ્યા મુજબ આ બારમું વ્રત આરાધી શકાય છે. આ વતન પાલનના અવસરે યાદ રાખવું કે
ગોચરીના સમય પૂર્વે આપણે પૂ. સાધુસાધવી મને બોલાવવા જવું, રસ્તામાં સાથે રહેવું અને ઉપાશ્રયે પાછા મૂકવા જવું. અનુ ગાદિના કારણે પણ આપણા હાથે એવું ન થાય કે વસ્તુ હોવા છતાં તે વસ્તુ વહેવા માટે
ગ્ય ન રહે. દા. ત. વહેરાવવાની વસ્તુ સચિત્ત પાણી વગેરેમાં મકવી અથવા સચિન પાંદડાં વગેરેથી ઢાંકી દેવી. વહેરાવવાની તીવ્રભાવનાથી પારકી - ચીજને આપણી છે એમ જણાવવું નહિ અથવા ઓછી ભાવનાદિના કારણે પોતાની ચીજને બીજાની છે એમ પણ જણાવવું નહિ. મારા સિવાય વહેરાવનાર નથી. એવા અહંકારાદિ વિના માત્ર “ગ્રહણ કરો અને મને ભવથી તારે' આવી એક જ ભાવનાથી, “સાધુમહાત્મા છે” એમ માનીને,, (આપણા - સગા અથવા પરિચિત એક કામના છે. વગેરે માનીને નહિ) સુપાત્રદાન કરવું.
કહેવાનો આશય એ છે કે રાગાદિને આધીન બન્યા વિના ધનાદિની મૂછને દૂર કરઠ્ઠા શકિત છુપાવ્યા વિના. દરરોજ સુપાત્રદાન કર્યા વિના રહેવું નહિ.'