________________
පපපපපපපපපපපපපපපපපපපපප જ બાર વ્રતમાં ચાર શિક્ષા વત :
પૂ આ શ્રી વિજય ચંદ્રગુપ્તસૂરીશ્વરજી મ. පපපපපපපපපපපපපපපපපපපාතෙ
| : નવમ સામાયિક વ્રત : - આ પૂર્વે જણાવ્યા મુજબ એકમાત્ર સર્વવિરતિ ધર્મને આરાધવાની ભાવનાને જેમ બને તેમ વહેલામાં વહેલી તકે સફળ બનાવવા પ્રયત્નશીલ બનેલા શ્રાવકે બારવ્રતાદિ વરૂપ દેશવિરતિ ધર્મને સ્વીકાર કરે છે. એમાં પાંચ અણુવ્રતે તે પાંચ મહાઘરે ને અંશ છે. તેના ગુJકારક તરીકે ત્રણ ગુણવતે છે. અને સાધુધર્મની શિક્ષાઅભ્યાસ માટે ચાર શિક્ષાત્ર છે. ચાર શિક્ષાવતેમાં પહેલું શિક્ષાવત સામયિકવત સ્વરૂપ છે. - ગૃહજીવનમાં સર્વસાવદ્યોગથી થાવ છવ સર્વથા વિરામ પામવાનું કોઈ પણ રીતે શકય નથી. પાપ સહેજ પણ ગમે નહીં અને પાપ કર્યા વિના સહેજ પણ ચલે નહીં- આ શી અવસ્થાને અનુભવ રાતદિવસ કરનારા શ્રાવકને ગૃહસ્થ પણું કેવું અકારું લાગે છે–તે તે તેમના સિવાય બીજું કેણ સમજે? સર્વવિરતિ ધર્મની ઉત્કટ ઇચ્છા અને અવિતિનું દબાણ-આ બે વચ્ચેની ભીંસ અનુભવાય તો આ પ્રથમ શિક્ષાત્રતનું મૂધ જણ થા વિના રહે નહિ. ગૃહસ્થજીવનમાં સાધુતાની વાતનો અનુભવ કરાવનારા આ સામાકિ જેવું બીજું કંઈ ઉત્તમ સાધન નથી કે જે ચારિત્રમોહનીય કર્મના ક્ષયે પશમ ઝ સ કરાવે. રાગદ્વેષ દિને આધીન બન્યા વિના નાદિ ગુણેને પ્રાપ્ત કરી સમતામાં મગ્ન બનવું- એ સામાયિક છે. સાધુ મહાત્માઓ જીવન ભર આવા સામાયિકને સારી રીતે ધારણ કરે છે. પરંતુ ગ્રહને એ શક્ય ન હોવાથી તેઓ દરરોજ બને તેટલી વાર બે ઘડી માટેના સામાયિકને સ્વીકારે છે.
વરસમાં, મહિનામાં કે દિવસમાં ધારણા મુજબ અમુક વાર (ઓછામાં ઓછું એકવાર) સામાયિક કરીશ.
આ પ્રમાણે સામયિક વ્રતને સ્વીકાર કરનારાએ સામાયિકમાં નવી ગાથાઓ ગોખવી, જૂની ભુલાઈ ગયેલી ગાથાઓ પાકી કરવી, અને તેના અર્થનું જ્ઞાન સંપાદન કરવું. શકય હોય ત્યાં સુધી તેના સમયમાં ફેરફાર કરે નહિ. આ રીતે સ્વાધ્યાયમાં ચિત્ત સ્થિર બનશે તે કુદરતી રીતે જ નીચે જણાવેલા મન-વચન અને કાયાસંબધી સામયિકના દેને પ્રસંગ નહીં આવે. જેથી નિષ રીતે સામાયિક કરી શકાશે.