________________
-
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૮૩૮ ,
મરીને કયાં ગયે ભગવાન કહે કે- “બારમે દેવકે દુશ્મન પ્રત્યે પણ બીજે ભાવ છે? આખી સભાને આશ્ચર્ય પામેલી જોઇને ભગવાને કહ્યું કે-તે અંતે સમક્તિ પામી ગ, પિતાના પાપને પશ્ચાતાપ કર્યો. આ પાપના પ્રતાપે એ ભારે કર્મબંધ કર્યો કે ત્યાંથી મરીને રાજા થશે. મુનિને મારવા પ્રયત્ન કરશે. મુનિ તેને સમજાવશે પણ તે નહિ સમજે તેથી બીજ મુનિઓને-શાસનને હેરાન ન કરે માટે મુનિ તેના પર તેજ લેશ્યા મુકશે. ત્યાંથી મરીને સાતમી નરકમાં જશે. આ રીતે દરેક નરકમાં એ બે વાર જશે, બધી નિમાં ફરી આવશે. પછી ભદ્રકભાવના યોગે ધર્મ પામશે, અને ક્રમસર બધા દેવલોકમાં જશે. છેલ્લે અનુત્તરમાં જઈ મહાવિદેહમાં મનુષ્ય થઈ સાધુ થશે, ત્યાં. તે કેવળજ્ઞાન પામશે અને બધાને કહેશે કે મારા જે ગુરુ દ્રોહ કોઈ ન કરતા. અને અનેક જીવોને ધર્મ પમાડ પિતે એક્ષે જશે. ભગવાને જેવું હતું તેવું જ કહ્યું છે. ખરાબને ખરાબ અને સારાને સારા ભગવાન કહી ગયા છે. આ
જમાલિને ઓળખે છે ને? ભગવાનને ભાણેજ અને જમાઈ છે. પાંચ(૫૦૦) રાજપુત્ર સાથે ઠાઠથી મહત્નપૂર્વક દીક્ષા લીધી છે. જ્યારે તેમની મતિ ફરી છે અને ભગવાનને પણ ખાટા કહ્યા છે ત્યારે તેમના શિર્ષે તેમને સમજાવે છે પણ તે સમજતા જ નથી એને હું સાચે અને ભગવાન ખોટા જ તેમ કહે છે ત્યારે પાંચશે એ શિષ્ય તેમને મૂકીને ભગવાન પાસે આવે છે ત્યારે ભગવાને તેમને ભુલ કરી કહ્યું કે વધાવ્યા? ભગવાનની જ દીકરી અને તેની સ્ત્રી તેના પરના રાગથી તેનામાં ભળી છે તે કુંભાર એવા શ્રાવકે તેને પ્રતિબધી છે, સાચું સમજ્યા પછી તે પણ જમાલિને સમજાવવા ગઈ છે પણ તે સમજાતું નથી તે તેને છેડી દીધું છે, તેવા હઠીને છોડવા પડે ને? ભગવાનની હાજરીમાં આ બનાવ બનેલા છે.
શ્રી જૈન શાસન જેવું નિષ્પક્ષ શાસન એક નથી. ભગવાન બુદ કહી ગયા છે કે, મેં ભુલ કરી તે મારે પણ સાતમી નરકે અને એથી નરકે જવું પડયું. પોતાના દેવને દગતિમાં ગયા તેમ કહેનાર કેઈ છે? કૃષ્ણ નરકે ગયા તેમ કહીએ તે દુનિયા મારામારી કરે ! વાસુદેવ, પ્રતિવાસુદેવ નરકે જ જાય. સારે માણસ પણ ભુલ કરે તે કયાં જાય?"ભુલ કરવી નહિ, ભુલ ન થાય તેની કાળજી રાખવી તે આપણા હાથની વાત છે. સાચું-ખોટું જાણવું છે અને અવસર આવે બેલડું છે ? કે “સારા દેખાવા આપણે કાંઈ નહિ તેમ કરવું છે? • આપણી કથાઓ પણ એવી છે જેમાં સિદ્ધાંતે વણી વણીને મૂક્યા છે, જિંદગીભર વાંચે ય ન ખુટે તેટલી કથાઓ હજી પણ છે. કથાનક વાંચતા આવડે તો તેનું અને લોકોનું ભલું થાય. કથાઓ હસાવવા આહવા નથી, પુય-પાપ, આશ્રવસંવર, નિર્જરા બંધ, મેક્ષ બધા તનું નિરૂપણ લેક સહેલાઈથી સમજે તે રીતે