________________
સ્વર્ગી રહણુ શતાબ્દિ પ્રસંગે ન્યાયનિધિ પ. પૂ. આચાર્યદેવ શ્રીમદ્દ વિજયનંદસૂરીશ્વરજી મહારાજા અપનામ
': શ્રી આત્મારામજી મહારાજાના ગુણાનુવાદ : ? પ્રવચનકાર : પૂજ્યપાદ આચાર્યરવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
" નેધઃ શ્રી અરિહંત પરમાત્માનું શાસન પ્રાપ્ત થવું અતિદુર્લભ છે, એ શાસન પ્રાપ્ત થયા પછે વફાદાર રહેવું દુષ્કર છે. વફાદારને પણ એ શાસનની પ્રભાવના કરવી દુકર છે. પ્રભાવના કરનારને એ શાસનની રક્ષા કરવી દુકર છે.
આમ છતાં રણશુરા રજપુતને યુદ્ધ સુકર છે તેમ શિવશુરા સાધુને પણ ઉપરનું બધું સુકર છે, એ સિદ્ધાંતને અને જાત અનુભવને ચિતાર એ સાક્ષાત પૂ. આત્મારામજી મહારાજા છે.
- આજના સંપ અને એકતાના પ્રવાહમાં સત્યની ઉપેક્ષાના કાળમાં પૂ પાર પરમ આરાધ્યાપાર પ્રવચનકાર પૂજ્યપાદશ્રીએ ગુણાનુવાદના પ્રવચનમાં સવ કંઈ કહેવા જેવું પરશી દીધું છે, તેમની સ્વર્ગારોહણ શતાબ્દિ પ્રસંગે તેમના ગુણાનુવાદ વાંચી તેની સ્પર્શના કરીએ- સં).
[૨. ૨૦૪૯ જેઠ સુદ ૮ ને શનિવાર તા. ૧૮-૬-૧૯૮૩ના રોજ અમદાવાદ, વિજય દાનસૂરિજી જ્ઞાનમંદિર અને પૌષધશાળા, મળે, પ. પૂ. ન્યાયાંનિધિ આચાર્ય. દેવેશ શ્રીમદ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજા (શ્રી આત્મારામજી મહારાજા)ની વગતિથિની ઉજવણી થયેલ તે પ્રસંગે અસત્યનું ઉમૂલન અને સત્યની રક્ષા–સાચવણી અને પ્રચારના તેમના જીવન પ્રસંગે સાદશ ચિતાર રજૂ કરતું પ્રેરક અને મનનીય પ્રવચન ૫ ૫. પરમશાસન પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, સુવિશાલ ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આપેલ. તેનું સારભૂત અવતરણ અત્રે આપવામાં આવેલ છે. તે મહાપુરૂષે સૂચવેલ “સત્યની રક્ષા” તે જ જીવનને મુદ્રાલેખ બનાવી સૌ આત્મકલ્યાણ સાધે તે શુભાભિલાષા.
શ્રી જિના વિરુદ્ધ કે પ. પૂ. પ્રવચનકાર આચાર્યદેવશ્રીના આશય વિરુદ્ધ કાંઈ પણ લખાયું તે ત્રિવિષે મિચ્છામિ દુક્કડમ.--સં૦]
અસત્યનુ ઉમૂલન અને સત્યને પ્રેમ એ જ તેમને મુદ્રાલેખ હતે.
બેટી વાતને રોજ ખંખેર્યા કરે, એક ખોટી વાત ચાલવા ન દે તે સુગુરુ !