________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
માનીએ તે સિદ્ધના છ પણ અબદ્ધ છેતેથી તેમને પણ ફરીથી કર્મબંધની પ્રાપ્તિને પ્રસંગ આવશે. તેથી કમથી બધ સંસારી છે અને કર્મથી મુકત સિધના છ વચ્ચે કાંઈ જ તફાવત નહિ રહે. તેથી મુકિતને અભાવ થશે કેમકે બને તે અનાદિકને છે.
અહીં ફરીથી કઈ શંકા કરે છે કે જ્યારે બંધ તે અનાદિને છે ત્યારે, તેનું કારણ કાંઈ પણ નહિ હોવાથી તે બધ સ્વાભાવિક કહેવાશે અને એમ માનવાથી સ્વાભાવિકપણાને લીધે જ તે બંધને મોક્ષ પણ નહિ થાય એટલે કે મને જ અભાવ થશે. તે તેના ઉત્તરમાં જણાવે છે કે- આવી શંકા નહિ કરવી જોઈએ. કેમકે, જીવ અને કર્મને બંધ અનાદિકાલીન હોવા છતાં પણ જેમ સુવર્ણ અને પત્થરના દષ્ટાંત વડે તે બંધને પણ વિયેગ સંભવે છે અર્થાત્ તે વિયેગ અવિરુદ્ધ છે. જેમ સુવર્ણ અને પત્થર-માટીને સંગ અનાદિકાળને છે તે પણ અગ્નિના સંગથી તે બે ને વિગ થઈ શુદ્ધ સુવર્ણ જુદું પડે છે તેમ સમ્યકચાત્રિ-ત૫ આદિની આજ્ઞા મુજબની ક્રિયાના સંગથી કર્મબંધને વિનાશ થઈ કેવલ શુધ્ધ નિરાકાર નિરંજન નિલેપન એ આત્મા જુદો પડે છે. તેમાં કેઈને પણ વિરોધ દેખાતું નથી. માટે નકકી થયું કે અનાદિકાલીન સંવેગને પણ વિયેગ થઈ શકે છે.
હવે ફરીથી કોઈ શંકા કરે છે કે-“પ્રથમ અબદ્ધ જીવને દિક્ષા-જોવા જાણવાની ઈચ્છા પ્રગટ થવાથી તેને બંધ થાય છે અને બધ થઈને મુકત થયેલા એવા આત્માને તે દિક્ષા ઉત્પન્ન થતી નથી, તેથી તેને ફરી બંધ થતું નથી. આ રીતે માનવાથી બધ્ધ આત્માને અને મુકત આત્માને તફાવત પણ રહેશે, કોઈ જ દોષ આવશે પણ નહિ માટે બંધને જ આદિ માન યોગ્ય છે. - તે આ શંકાને ઉત્તર એ છે કે પ્રથમથી જ અબળ એ જીવ ઈદ્ધિથી રહિત હોવાથી તેને કોઈ પણ દિક્ષા ઉત્પન્ન થશે જ નહિ. કેમકે, જેવા-જાણવાની જે ઈછા તે દિક્ષા કહેવાય છે. તે દિક્ષા ઈદ્રિયથી જ થઈ શકે છે પણ એને એકપણ ઈન્દ્રિય છે જ નહિ તેને થતી નથી.
તે શંકાકાર એમ કહે છે કે તે દિક્ષાને અમે સ્વાભાવિક જ કહીશું. એટલે કે આત્માને સહજ સ્વાભાવિક ધર્મ માનીને આત્માની સાથે જ રહેલી છે એમ માનીશું એટલે કઈ જ દોષ નહિ આવે.
| (ક્રમશ:)