________________
મુક્તિતણાં અભિલાષીને સંસાર ખારો ના ગમે અo - હા હા હા હા હું
વીતરાગ પરમાત્માની વાણી સાંભળીને, સાર વિનાના અસાર આ સંસારની અસારતા જાણીને ભવ-વિરાગ પામી પામીને અઢળક સંપત્તિને તણખલાની જેમ તરછેડીને વીતરાગના પંથે ચાલ્યા ગયેલા લખલૂટ સંપત્તિના માલિકેના યુગો જુના ઈતિહાસ તે આપણે ઘણી વાર સાંભળ્યા છે પણ આપણી કમનસીબ આંખે તે નિહાળ્યા નથી. છતાં પણ..
પૂર્વ એ મહાપુરૂષના ઇતિહાસની કંઈક ઝાંખી કરાવે તેવા પ્રસંગને નજરે નિહાળવાનું ભાગ્ય આપણી ભાગ્યરેખામાં લખાયું હશે કે જેથી આફ્રિકામાં જ મેલા ભવ-વિરાગ પામેલા અઢળક સંપત્તિના સ્વામી શ્રી જયેન્દ્રભાઈ વેલજીભાઈ હરણિયાના જેઠ સુદ ૨ તા. ૧૯-૫-૬ રવિવારના રોજ જામનગર મુકામે ઊજવાનારા ભવ્યાતિભવ્ય દીક્ષા મહોત્સવ નિહાળી શકીશું.
આફ્રિકા જેવી ધરતી ઉપર ખાસ રાધનપુરથી ધાર્મિક અભ્યાસ માટે બોલાવાયેલા રમણીકલાલ ચંદુલાલ પારેખ નામના ધાર્મિક શિક્ષક પાસે નાનપણમાં જયેન્દ્રભાઈના જીવનમાં ધાર્મિક સંસ્કારો પડયા. પરંતુ ૧૪ વર્ષની ઉંમરે પાઠશાળામાં જવાની શરમ આવતા તેમણે ધાર્મિક અભ્યાસ છોડી દીધું. વ્યવહારિક અભ્યાસમાં વધુને વધુ પ્રગતિ કરવાની રૂચિ જયેન્દ્રભાઈને ઠેઠ લંડન સુધી ખેંચી ગઈ. ૧૮ વર્ષે લંડન ગયેલા તેમણે સતત પાંચ વર્ષ સુધી ત્યાં રહી એચ. એન. ડી. ઈન બીઝનેસ સ્ટડીઝને અભ્યાસ કર્યો. * સદીઓથી આ સંસારમાં થતું આવ્યું છે તેમ તેઓ ધંધામાં જોડાયા. ધંધા દરમ્યાનના વરસમાં આફ્રિકામાં લગ્નગ્રંથીથી જોડાયા. લગ્ન બાદ ૧૯૮૦ની સાલમાં ભારત આવવાનું થયું. અને સમય જતાં મુંબઈમાં તેઓ સ્થાઈ થયા. તેમને કુશલ નામે એક પુત્ર છે
પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના સિદ્ધાંત સભર વૈરાગ્ય જગાડનારી વાણીને પ્રગટ કરતા જિનવાણીના વાંચનથી મન ફરી પાછુ ઘમ તરફ ખેંચાયું. આ જિનવાણીએ જયેન્દ્રભાઈના જીવનને રાહ બદલી નાંખે. સાતક્ષેત્રમાં ધનને સદુપયોગ કરવા માંડયા. માત્ર ૩૨ વર્ષની જ ભરયુવાનવયે તેમના ધર્મપત્ની શ્રીમતિ રેખાબેનના કહેવાથી દુર એવા બહ્મચર્ય વ્રતને બંનેએ સ્વીકાર કર્યો.
પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આ. દેવ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. - પ. પૂ. તપોભૂતિ પૂ. આ. દેવ શ્રી લલિતશેખર સૂરી. મ. સા., પ. પૂ. વિરાગ
... (. અન. પેજ ૭૫૧ ઉપર )