________________
આ પૂજ્યપાદથી બોલે છે...
વર્ષો પહેલા પૂશ્રીએ આપેલા પ્રવચને આબાલવૃદ્ધને આજે પણ માન્ય છે. તેઓએ ફરમાવેલ ઘણી ઘણી વાતે આજે સિદ્ધાંતની માફક પ્રચલીત છે. ભગવાનની સામે બંડ પિકારનાર જમાવીને પણ ભગવાને શાસન અને સમુદાય બહાર મુક્યા તેમ જે જે કાળે જે જે આત્માએ શાસન અને સમુદાય છીનભીન્ન કરવાનો પ્રયત્ન કર્યો તે તે આત્માને સમુદાય અને શાસનની બહાર મુકવાની ફરજ પડી. ઍવા આત્માઓ જુદા જઈને કદાચ સમાજમાં માન અને મે પણ મેળવી લે અનેક મોટા માથાવાળાઓંના માથાઓ પણ ફેરવી નાંખે. ભલભલા તેઓને પડતે બોલ ઝીલવા તૈયાર પણ થઈ જાય. તેમના પ્રેમીજને પોતાના સ્વાર્થ માટે આવી બનાવટી શાસન પ્રભાવનાના કાર્યો તાલની માફક આગળ ધરીને જાહેરમાં માફી માગ્યા વગર જ અધીની રહેલા શાસન અને સમુદાયમાં આવા ઢોંગીઓને ઘુસાડવાની વાતે પિકારતા હોય તે તે વખતે શાસનના સાચા હિતચિંતકે શું કરવું ? સત્ય માર્ગ કયે અપનાવે તેની જાંચ
માટે આપણે સૌ પૂ શ્રીના આ પ્રવચનને વાંચીએ...સમજીએ.... -શ્રેષક) ઉત્તમ કેટિની શાસનરસિકતા :
જયારે તેઓશ્રીને, સારા ગણાતા સાધુઓએ પણ કહ્યું કે-સમુદાયના હિતની ખાતર આ પતાવટ કરી લેવી જોઈએ, ત્યારે તેઓશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં ફરમાવી દીધું હતું કે-પેતાનાને પોતાના બનાવી રાખવાને માટે, મારે સમુદાય સાચવી રાખવાને માટે કે મારી નામના ટકાવવાને માટે હું પ્રભુશાસનનો બહિ કરી શકું તેમ નથી !' આવા પ્રસંગે સહવાસીઓના સહવાસને તજી એકલા ઉભા રહેવું, સાથીઓ ના સાથને છોડી શાસનને વફાદાર રહેવું. સ્નેહીઓને સ્નેહ અને સેવકોની સેવા જતાં કરવાં, એ જેવી–તેવી શાસનસિકતા નથી. આ મહાપુરૂષે જેવી સેવા બજાવી છે તેવી સેવા એજ બજાવી શકે કે જેના રેમરોમમાં શાસન પરિણમી ગયું હોય ! જે અત્માઓમાં આ એક જ ગુણ હોય, તેઓમાં બીજા ગુણે તે દોડયા દયા આવે. એ એક જ મહાન્ ગુણને એ પ્રતાપ હતું કે-ઘરની આફત ઉભી થવા છતાં, આ મહાપુરૂષ સત્યથી એક તસુભાર પણ ખસ્યા નહિ. શાસનને ગુન્હ કરનારા પિતાના ગણાતાઓને પણ, તેઓ અમુક વર્ગમાં નામાંકિત છતાં અને તેમનાથી આપની નામના વધશે એમ કહેનારાઓએ કહેવા છતાં, અલગ કરી નાખ્યા અને યાવતું સ્વર્ગવાસ સુધી તેમને અલગ જ રાખ્યા.