________________
૬૨૨ :
: શ્રી જૈનશાસન [અઠવાડિક]
આ જ્ઞાનગતિ વૈરાગ્યવાળા તે મુમુક્ષુને મન પત્થર અને સુવર્ણ તથા શત્રુ અને મિત્ર સમાન જ છે. અર્થાત તે સર્વત્ર સમદષ્ટિવાળા હેવાથી ઈષ્ટ સંગે ઉપર રાગ નથી કરતે અને અનિષ્ટ સંયોગોમાં ઢષ નથી કરતે. અને સમ્યક્ તત્વને સારી રીતે જાણકાર હેવાથી કદાગ્રહથી પાછા ફરેલ હેવાથી–કોઈપણ જાતના આગ્રહથી રહિત હોવાથી આમાંના પ્રશમસુખને અનુભવ કરે છે. અને ગુરૂકુલવાસમાં રહેલે, ગુરૂનું બહુમાન કરતે, ગુરૂ વિનય–વૈયાવચ્ચ ભકિત કરતે એ તે સારી રીતે રહણ શિક્ષા અને આસેવને શિક્ષાને. ગ્રહણ કરે છે. શાસ્ત્ર કહ્યું કે મુકિત વધુને પામવા માટે આ બે શિક્ષા પી લલનાઓનું આસેવન કરવું જોઈએ. અને તત્વના પરમાને પામેલો એ તે દીક્ષિત આત્મા માને છે કે- ગુરૂકુલવાસ સમાન અન્ય બીજું કાંઈ જ હિત નથી. કદાચ દેષ સેવવા પડે તે દોષ સેવીને પણ ગુરૂકુલવાસમાં જ રહેવું જોઈએ પણ તેને ત્યાગ નહિ કર જોઇએ, ગુરૂકુલવાસમાં રહેવાથી સમ્યગજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, સમ્ય. ઝર્શન અને સમ્યફચારિત્રની વિશુદ્ધિ તેમજ સ્થિરતા થાય છે. તેથી ધન્યપુરુષ કયારે પણુ ગુરૂશ્કેલવાસને ત્યાગ કરતા નથી. શ્રી ધર્મદાસગણિ પણ ઉપદેશમાલા'માં ફરમાવે છે કે
ણાણસ હોઇ ભાગી, થિયરએ દૂસણે ચરિયા
ધણા આવકહાએ, ગુરુકુલવાસ ન મુંઐતિ છે ' તથા શુશ્રુષા, શ્રવણ, ગ્રહણ, ધારણા, વિજ્ઞાન, ઈહા અપહ અને તત્વને અભિનિવેશ અર્થાત-સદ્દગુરૂ મુખે તત્વ સાંભળવાની ઈચ્છા તે શુશ્રુષા, એક ધ્યાનથી સાંભળવું તે શ્રવણ, સાંભળેલીનું ગ્રહણ કરવું, જેટલું સમજાય તેને ધારી રાખવું તે ધારણ, તેના ઉપર વિશેષ વિચાર કરે તે વિજ્ઞાન, “આ આમ કેમ અને આમ કેમ નહિ” તે રીતે વિશેષ ચિંતન અને મનન કરવું તે ઈહા-અહિ અને “આ આમ જ છેતેમ નિશ્ચય કરે તે તવાભિનિવેશ : આ બુકિંધના આઠે પ્રકારના ગુણેથી યુક્ત; સમ્યક્તત્વ વિષે જ આગ્રહ હોવાથી વિધિપૂર્વકની ક્રિયા કરવામાં જ તત્પર, પિતે જે જે સમ્યક્ ચારિત્રની ક્રિયાઓ-અનુષ્ઠાને કરતે હોય તે સાધ્યને વિષે જ લક્ષ્ય રાખનાર અર્થાત ઉપયોગ પૂર્વક બધી ક્રિયા કરનારે, આ લોક અને પરલેકનાં સુખાદિની આશંસાથી રહિત, આત્માના હિતને પરિણામને જ જેનારે, અને એક માત્ર આત્માના સાચાં શુદ્ધ સ્વરૂપ મોક્ષનો જ અથી એ તે; રાગાદિ વિષને નાશ કરવા માટે પરમ મંત્ર સમાન એવા મેક્ષ પ્રતિપાદક સૂત્રનો જ અભ્યાસ કરે છે. આ જીવ જ સમ્યક્ પ્રકારે ભગવાને જે રીતે કહ્યું હેય તે રીતે સૂના અર્થના પરમાને પામી શકે છે.
તે જીવ જ સમ્યક પ્રકાર તે સૂનો સદુપયોગ કરી શકે છે. જે પિતે સ્વયં સૂત્રોના મર્મને સારી રીતે સમયે હોય તેને જ બીજા ને તે સૂના મર્મને બરાબર સમજાવવું જોઈએ. એવી શ્રી જિનેશ્વરદેવેની પરમતારક આજ્ઞા છે. (ઉમશઃ)