________________
વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ કરનાર પૂ. સા. “શ્રી લબ્ધગુણશ્રીજી મ. સા. ને ધન્યજીવનની આછેરી
- ઝલક તથા તપસ્યાના તેજ કિરણે
' ધમના ધબકારથી ધબકતી. સેરઠ ભૂમિના શણગાર સમા સાવરકુંડલા નગરના શ્રી જગજીવનદાસ જેઠાલાલ કુંટુંબના શ્રી સૌભાગ્યચંદ ભાઈના ધર્મપનિ શ્રીમતી પ્રભાબહેનની કણિએ જન્મેલા ઈન્દુબેન રત્નત્રયીની રંગોળીથી જીવનાંગણને શોભાવવા કયારનાય કટિબદ્ધ થયા હતા. કુળને ઉત્તમ સંસ્કારોએ તેમના હૃદય તટમાં વૈરાગ્ય બીજનું વમન કર્યું હતું. તેમાં પૂ. વિદુષી સાધ્વીવર્ય શ્રી ત્રિલોચનાબીજી મ. નું ચાતુર્માસ થતાં પરિચયના પાણીથી તે વૈરાગ્યબીજ અંકુરિત બનવા લાગ્યું
કાળક્રમે પિતાશ્રી સૌભાગ્યચંદભાઈનું અવસાન થતાં ઈ-બહેન વગ્ય માર્ગ પ્રયાણ કરવા સમુત્સુક બન્યા. નવકારસી-વિહાર-જિનપૂજા-સુપાત્રદાન- આવશ્યકિયા વગેરે અનેક ધર્માચરણે કુળસંરકારથી જ્યાં સ્વભાવિક હતાં તેવા પણ કુટુંબીજનો મહાધીન બની વૈરાગ્ય માર્ગમાં દિવાલ ખડી કરી દેતા હતા. ત્યારે વિ. સં. ૨૦૨૨ની સાલમાં કુટુંબની સંમતિ લીધા વિના પણ ઇન્દુબેન ગુરુમાતા શ્રી ત્રિલેચનાશ્રીજી મ.ના સાનિધ્યમાં રાધનપુર ચાતુર્માસાથે ચાલ્યા ગયા. અને સળંગ ૧૦૮ આયંબિલ કર્યા. પરિણામે કુટુંબીજને તેમને સંયમ અપાવવા સુસજજ બન્યા.
વિ. સં. ૨૦૨૩માં સાવરકુંડલામાં જ પૂજ્યપાદ આગમકશ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજયજંબુસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે સંયમ સ્વીકારી ઈદુબેન પાવીજી શ્રી લધુગુણાશ્રીજી ના નામે શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ના સુશિષ્યા બન્યા. સંયમ સ્વીકારીને વણાય તપ-ત્યાગ-આદિ અનુષ્ઠાનમાં પ્રગતિ સાધતાં સાધતાં તેઓએ માસક્ષમણ, ૧૬, ૧૫, ૧૧, ૯-૨, ૮-૩, ૭, ૫, ઉપવાસ નવકારમંત્રના પ્રથમ પાંચ પદના સળંગ ૩૫ ઉપવાસ, શ્રેણિતપ, સિદ્ધિતપ, સમવસરણતા, ચારિ અઠ્ઠ તપ, ઉપવાસથી ૨ વરસીતપ, છઠ્ઠથી ૧ વરસીતપ, ચાર વાર નવ્વાણુયાત્રા, સિદ્ધાચલજીના છઠ્ઠ-અર્હમ, જ્ઞાનપંચમી, એકાદશી, વીસસ્થાનક તપ, નવપદજી ઓળી, મેરૂત્રદશી તપ, ઇત્યાદિ અનેક તપે અપ્રમતતા પુર્વક આરાદેવા સાર્થક તેઓએ વર્ધમાનતપની આરાધના ચાલુ રાખી. '
વિ. સં. ર૦૧૬ માં તારક ગુરુમાતાની નિશ્રામાં જ વધમાન તપને પાયે પૂરનાર