________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
પ્રથમ ઠરાવની પત્રિકામાં મહાન ઉપકારી તરીકે . પૂ. આ. ભ. કવિ કુલકીરીટ શ્રી લબ્ધિ સૂ. મ. સા., પ. પૂ. આ. કે. શ્રી ભુવનભાનુ સૂ, મ. સા., આચાર્ય શ્રી ધર્મ જિન સ, આ. શ્રી જયશેખર સૂ, પં. શ્રી ચંદ્રશેખર વિ. મ. ને 8 સાંગલી સંઘના ટ્રસ્ટીઓ સ્વીકારે છે. એમાંથી કેટલાયે સાંગલીમાં ચાતુર્માસ કર્યા છે અને કેટલાએ નથી કર્યા છતાં પણ એના ઉપકારનું ઋણ સ્વીકારે છે. તે . પૂજ્ય આ ભ. શ્રી મુકિતચંદ્ર સૂરીશ્વરજી મ. સા. એ પણ સાંગલી સંઘમાં ચાતુર્માસ કર્યું હતું. એમણે પણું ચાતુર્માસ દરમ્યાન જિનવાણીના ઉપદેશને ધેધ વહાવી સાંગલી સંઘ ઉપર સારામાં સારે ઉપકાર કર્યો છે. આરાધના અને અનુષ્ઠાનથી ચાતુર્માસ જાજવલ્યમાન થયું હતું, તે તેઓશ્રીના ઉપકારના ઋણને સ્વીકારવાનું કેમ ટાળ્યું? એનું કારણ એજ હશે કે ૫ પૂજય આ ભ. શ્રી મુકિતચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ૫. પૂજ્ય આ દે. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય હતા. નહિતર આવું બને જ કેમ?
- સાંગલી સંઘના આ ટ્રસ્ટીઓ પણ આમતે શાણા સમજુ અને ડાહ્યા છે પણ અડધુ ડહાપણ એમને બીજા કેકની પાસેથી લીધેલું લાગે છે. માટે જ પેલા દોઢ ડાહ્યાએ પણ આગલી અને નાક વિટાથી બગાડયા તેમ સાંગલી સંઘના ટ્રસ્ટીએ એ ઠરાવની પત્રિકામાં પ. પુ. આ ભ શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. નું નામ તેછડાઈથી લખીને ઘર અશાતનાનું પાપ કર્યું. બીજુ પ. પુ. આ ભ. શ્રી રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. પ્રત્યે શ્રદ્ધા ધરાવનારા સંઘ ઉપર જુઠ્ઠો આરોપ લગાવી સંઘની આશાતનાનું પાપ કર્યું, અને ત્રીજું આવા ઠરાવની પત્રિકાએ બહાર પાડી સાંગલી સંઘની આબરૂને લાંછન લગાડવાનું પાપ કર્યું.
માટે મહારાષ્ટ્રના દરેક સંઘને ભલામણ છે કે આવા દ્રષિી હદયથી કરાયેલા ઠરાવની પત્રિકાઓથી દેરવાઈ જઈને મહારાષ્ટ્રના અનન્ય ઉપકારક શાસનના શિરતાજ જાનના જોખમે પણ શાસનની રક્ષા કરનારા દીક્ષા ધર્મને જોરશોરથી ઉપદેશ કરી અને કાનેક દીક્ષિત ઉભા કરવા દ્વારા શાસન ને યાને તરતી રાખનારા જૈન શાસનની મહાન પૂજયત્તમ વિભૂતિ ગણાતા વ્યાખ્યાનવા. પ. પૂ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ. સા. ઉપર દુર્ભાવવાળા બની એ પુણ્યપુરુષની આશાતના કરનારા ન બની જવાય. તેની કાળજી રાખશે - તેમજ સાંગલી સંઘના ટ્રસ્ટીઓને પણ મારે એટલું જ કહેવુ છે કે ઝેરીલું અડધુ ડહાપણ જેની પાસેથી લીધું તે તેઓને જ સહદય સમર્પિત કરી દેવા જેવું છે. નહિતર આ પૂ. મહાપુરુષની આશાતનાનું પાપ જે રીતે ઠરાવ પત્રિકાથી કરાયું તે રીતે ફરીફરીને તમારા જીવનમાં આશાતનાનું પાપ થયા કરશે કે જેના પરિણામે ' પરલોકમાં તિએના દુઃખમાં મુકાવું પડશે.
(અનુ પેજ ૬૧૦ ઉપર)