________________
સાધુની મર્યાદા શું?
–પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સ. મ.
પ૦- શ્રાવકે બેદરકારી કરે તે સાધુએ કામ ઉપાડાય?
ઉ૦- સાધુએ જરૂરી કામ ઉપાડવાનું કે બીનજરૂરી? આજે જેણે જેણે કામ ઉપાડયા છે તે જરૂરી છે તેમ પૂરવાર કરે. આજે સાધુઓ એવા કામ કરે છે જેનું વર્ણન ન થાય. તેથી તે ઘમ રસાતલ જઈ રહ્યો છે.
આજે શ્રાવકોને સીદાતા તમે જ કર્યા છે. ખરેખર શ્રાવક તે ગુખી જેટલી ખાઈને જીવે અને તેમાંય મજા માને. તે તે માને કે મારા પુણ્ય મુજબ મળે તેમાં જીવવાનું સૌને સૌના પુણ્ય મુજબ મળે.
- બત્રીશ પકવાન ખાનાર આમ બેલે તે !
ઉ૦- તે બેલે તે તે નરાધમ છે. ખાઈને પેટે હાથ ફેરવે અને દુખી સામે જોતા નથી તે હરામખેર જાતના છે. તેના તે વખાણ પણ કરવા જેવા નથી. તેવાની તે કાંઈ કિંમત નથી. તે તે જગતના લુંટારા છે.
શ્રાવક તે દીન-અનાથ-અતિથિ આદિને જમાડીને જમે. આર્યદેશ સદ્દગૃહસ્થ પણ ભુખ્યાને જમાડીને જમે. જ્યારે શ્રાવક તે સાધુ-સાધર્મિક આવ્યા કે નહિ તે જાણીને જમે. તે તે પિતાના પરિવારને પણ સમજાવે કે, સાધમિકનું સન્માન ન કરીએ તે શ્રાવકપણાની આબરૂ જાય.
– આબરૂ માટે ભક્તિ કરાય? ઉ૦- હા. શ્રાવકપણાની આબરૂ જાળવવા ભકિત કરાય. પ્ર - શ્રાવકે આવું ચિત્ય ચૂકયા તે સાધુ ચિંતા કરે કે નહિ ?
ઉ - કરે જ છે ને. શ્રાવકોને રોજ સમજાવીએ છીએ કે આમ આમ કરાય. આમ આમ ન જ કરાય. અમે તેને મંત્ર આપવા જઈએ ? શ્રી અરિહંત પરમાત્માની વાણી તે જ મંત્ર છે.
અમારો ધર્મ જુદી છે. તમારે ધર્મ જુદો છે. અમારી ફરજ જુદી છે તમારી ફરજ જુદી છે. અમારે અમારી રીતે જેટલું બેલાય તેટલું જ કહેવાય. ઘર વેચીને વરો ન કરાય. અમારી ફરજ ભૂલાવવા માંગી કામ કરાવવા માંગે તે ન જ કરાય.