________________
•• .. .
--
- - -
વિશાલ પરિવારને ધારનારા પ્રવતિની પૂ. સા. શ્રી જયાશ્રીજી મને કાલધર્મ
+'
પરમપૂજય આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના સમુદાયમાં પરમ પૂજ્ય પ્રવર્તિની પૂ. સા. શ્રી જયાશ્રીજીમહારાજ છેલલા અઠવાડિયાથી અચાનક આવેલ હાર્ટએટેકના હુમલાના કારણે શારીરિક દષ્ટિથી કાંઈક અસ્વસ્થતા અનુભવતા હતા. તાત્કાલિક સારવાર માટે કશા પોરવાડ સાયીની નજીકમાં જ આવેલ પટવા નસિંગ હોમમાં એડમીટ કરવામાં આવ્યા હતાં. જયાં ઈ-ટેન્સિવ કેઅર યુનીટમાં સારવાર આપતા એમનું સ્વાથ્ય ઘણે અંશે સુધર્યું હતું. હેફિલમાં પણ પ્રતિક્રમણાદિ ક્રિયાઓમાં એમને ઉપગ અકબંધ રહ્યો હતો. પૂજ્ય ગુણિવર્ય શ્રી ગુણયશવિજયજી મહારાજ તથ પૂજ્ય ગણિવર્ય શ્રી કીતિયશવિજયજી મહારાજે અવારનવાર પધારી એમની સમાવિ-આરાધનાને જવલંત બનાવી હતી. ચાલુ વર્ષે પિંડવાડા તરફ ચાતુર્માસાથે વિહાર કરતા સુવિશાળ ગચ્છાધિપતિ પૂજય આચાર્યદેવ શ્રીમદ્દ વિજય મહદયસૂરીશ્વરજી મહારાજાને એઓશ્રીએ વિનંતિ કરી હતી કે ચાલુ વર્ષમાંરા માટે ભારે છે માટે આપશ્રીને મારા આરાધના-સમધિ જળવાય તે રીતે સુયોગ્ય વ્યવસ્થા કરવાની વિનંતી છે. એઓશ્રીની વિનંતિ સવીકારીને જ બને પુજય ગણિવર્યશ્રીજીનું ચાતુર્માસ અત્રે નકકી કરવામાં આવેલ અને એમની તારક નિશ્રામાં એઓશ્રીએ સમાધિ સાધના સિદ્ધ કરી હતી. પૂજાના આગમન પ્રસંગે જાતે અભુદ્ધિઓને પાઠ વાપૂર્વક એમણે વંદન કર્યું હતું. અને અને પિતાના નિત્ય નિયમાદિ અંગે દેહતા દર્શાવી હતી. આ૫ પૂજા શાસનની ઘણી પ્રભાવના કરે છે, હું તે કાંઈ પણ કરતી નથી આવા આત્મ-લઘુતાદર્શક ઉદ્દગારો એઓશ્રીની પરિણતિ દર્શાવતા હતા.'
ચારેક ટ્રીટમેંટ બાદ સારું લાગતા એકાદ દિવસ પછી ઉપાશ્રયે લઇ જવાની રજા આપશે એમ લાગતું હતું. પરંતુ કાર્તિક પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે બપોરના ૩-૫૮ની વેળા સૌ માટે કારમી નીવડી. એ સમયે હાર્ટએટેકને છેલે હમલે આવ્યો અને કમનસીબે એ જીવલેણ નીવડયે. મુખારવિંદ પર અપૂર્વ સમાધિની જયોત રેલાવતે એને શાશ્વત આત્મા પોતાની અધુરી સાધના પૂરી કરવા દિવ્યાક ભણી પ્રયાણ કરી ગયો. એક ઘેઘુર વડલાની જેમ પ્રસરેલ સુવિહિત સમુદાયને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. એમના કાળધર્મના સમાચાર વિજળીવેગે રાજનગરમાં અને દેશદેશાવરમાં પહોંચી જતાં એક સરખી રીતે માનવ મહેરામણ ઉમટ્યા હતા. પૂજય ગણિવર્યોએ મહાપારિઠાવણીયાની વિધિ કરી એમને હ સુ ને સમ હતે કા. વ. ૧ની સવારે હજારે ભાઈ-બહેનોએ એમના પવિત્ર પાર્થિવ દેહના દર્શન કર્યા હતા.