________________
૪૫૮ ૪
: શ્રી જૈનશાસન [અઠવાડિક] આ મિથ્યાત્વની દશ સંજ્ઞા કહી છે...૩
પિત પિતાના મતને આગ્રહ સહિત સાચે માનવા રૂપ તે અભિપ્રાહિક, અને બધા મતેને સરખા કરી લેખવા રૂપ તે અનભિગ્રહિક, જાણી જોઈને સમજવા- જાણવા છતાં જુદું સ્થાપવા રૂપ અભિનિવેશિક, તત્વની પરીક્ષા ન કરે અને જગત ઉપકારી સવ, સર્વદર્શી શ્રી જિનેશ્વરદેવના વચનમાં શંકા કરવા રૂપ તે સાંશયિક અને એકેન્દ્રિય પ્રમુખને જે અવ્યકત મિથ્યાત્વ ય છે તે અનાભોગિક એમ મિથ્યાત્વના પાંચ પ્રકાર પણ પ્રખ્યાત છે. તેને સમજુ લોકે જાણે છે.... ૪
વળી લોકિક દેવ, ગુરુ અને પવગત તેમ જ લેકેત્તર દેવ, ગુરુ અને પર્વગત એમ છ પ્રકાર પણ મિથ્યાત્વના કહ્યા છે. લૌકિક દેવ હરિહરાદિક, લોકિક ગુરૂ બાવા સંન્યાસી પ્રમુખ, અને લોકિક પર્વ હળી, બળેવ, નવરાત્રિ વગેરે જાણવા
કેત્તર દેવ શ્રી તીર્થંકર પરમાત્મા અને શ્રી સિદધ ભગવાનની માનતા માનવી, કેત્તર-ગુરુ–ઉત્તમ આચાર્ય, ઉપાધ્યાય તથા સાધુજનેને આ લોક પરલોકના સુખની ઇચ્છાથી સેવવા, તેમજ યથાર્થ ગુણરહિત-લક્ષણહીન વર્તતા હોય છતાં ય તેવા ગુરુને ઉતમ માનવા અને આઠમ-અગિયારસ-ચૌદશ, પર્યુષણા વગેરે લેકે તર પર્વને કેવળ આ લેકના સુખની ઈચ્છાથી આરાધવા-સેવવા તે સર્વ મિથ્યાત્વ રૂપ હેવાથી બને મળીને મિથ્યાત્વના છ પ્રકાર છે...૫
ઉપર જણાવેલા બધા પ્રકાર મેળવતાં મિથ્યાત્વના એકવીશ (૧) ભેદ થાય છે તે તમામને ત્યાગ કરી સદગુરુ-શુધ ઉપદેશકના ચરણકમળને જે સેવે, પાપબુધિને પરિહાર કરે, તેમ જ ઈર્ષા અદેખાઈ અને પરહાદિક ન કરે, એવી રીતે યથાશ્રુત સદા ચરણ સેવે તેવા સમકિતવંત જનની બલિહારી છે. શુધ્ધ દેવ, ગુરૂ, ધર્મમાં શ્રધાન રૂપ સમકિત જ સકળ ધર્મને મળ પાયે છે એમ સમજી જેમ બને તેમ તેની આરાધના જ કરે ૬
વિશેષાર્થ : મિથ્યાત્વના એકવીશ (૨૧) પ્રકારે પૈકી પ્રથમ સંજ્ઞાને આશ્રીને દશ (૧૦) ભેદ કહે છે.
સંરા મિથ્યાત્વ એટલે વસ્તુ અમુક છતાં તેને બીજા રૂપમાં કહેવી માનવી તે. (૧) ધર્મ સમ્યજ્ઞાન-દર્શનચારિત્ર િરૂપ જે ધમ તેને અધર્મ માન. (ર) અધમ : હિંસા, જૂઠ, ચેરી, મંથન, પરિગ્રહાદિ રૂપ જે અધમ તેને ધર્મ
માન. (યજ્ઞયાગાદિમાં કે કન્યાદાનાદિમાં જે પુણ્ય માનવામાં આવે છે તેને આ પ્રકારના મિથ્યાત્વમાં સમાવેશ થાય છે.)