________________
૪૪૮ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક],
લક્ષણના ભેદથી દરેકે દરેક જીવ જુદા જ છે પરંતુ મેહથી “આ મારો જ છે. આ પારકે છે. આવી મમત્વ બુદ્ધિ રાખવી તે જ કર્મબંધનું અને પરિણામે સંસાર વૃદ્ધિનું કારણ છે. ઉપકાર બુદ્ધિથી કુટુંબ-પરિવારાદિનું પાલન કરવું તે ધર્મ છે પણ મારાપણની મમત્વ બુદ્ધિથી પાલન કરવું તે તે અધમ જ છે. તે મમ બુદ્ધિ નાશ પામે માટે વિચારવું કે- “આ સંસાર રૂપી સમુદ્રમાં સઘળા ય પ્રાણુઓ, કમરૂપી તરંગથી અથડાઈને ભેગા થાય છે અને પાછા જુદા પણ થાય છે ત્યાં કોને કેને બાંધવ જાણો ?” અર્થાત કઈ કઈને બંધુ પણ નથી અને શત્રુ પણ નથી. તથા “જેમાં વારંવાર, જન્મ-મરણાદિ થયા કરે છે તેવા અનાદિ એવા આ સંસારમાં કેઇ એવો પ્રાણી નથી કે જે અનેકવાર બંધુ ન થયો હોય.
“એવી કઈ યુનિ નથી, જાતિ નથી, એવું કુલ નથી જેમાં જીવે અનંતીવાર જન્મ-મરણ કર્યા ન હોય.” તથા અનાદિકાલીન એવા આ સંસારમાં જીવે દરેકની સાથે માતા-પિતા, પુત્ર, પત્ની, ભાઈ-બહેન આદિ સંબંધ બાંધ્યા છે. માત્ર કહેવા પૂરતા, સંબંધ પૂરતા જ આ વજન છે પણ વાસ્તવિક રીતે કેઈ કેઇના સ્વજન નથી. ઈત્યાદિ વિચારણા કરીને કર્મબંધના કારણભૂત મમત્વભાવને દૂર કરવો જોઈએ.
તહાં તેસુ તેસુ સમાયારે સુ સઇસમણુગએ સિઆ, અમુગેહં, અમુગલે અમુગસિસે અમુગ ધમ્મક્રાણુદિએ ન મે વિવરાહણું, ન મે તદરે, ગુડઢી મામેઅલ્સ, એઅમિલ્થ સારં, એમાયભૂખં, એ હિઅં, અસારમણું સવં વિસઓ અવિહિગહણેણું એવમાહ તિલોગબંધૂ પરમક રુણિને સમ્મ સંબુદ્ધ ભગવં અરહંતેત્તિ એવં સમાલોચિએ તદવિરુદ્ધ સુ સમાયામુ સભ્ય વહિજજા, ભાવમંગલમેઅ તશિકુત્તીએ છે
તથા ગૃહસ્થને ઉચિત એવા તે તે સમ્યક્ આચારેને વિષે ઉપયોગવાળા થવું જોઈએ. તે આ રીતે કે- “હું અમુક ના મને છું, અસુક ઇક્ષવાકુ આદિ કુળમાં ઉત્પન્ન થયેલો છે, જેનાથી પિતે ધર્મ પામ્યા હોય તે અમુક નામના ધર્મગુરુને હું શિષ્ય છું, અણુવ્રતાદિ અમુક ધર્મસ્થાનમાં રહેલે શું અર્થાત્ મેં આ આ વ્રતાદિને સ્વીકાર કરેલ છે. તેથી અત્યારે મારે તે ધર્મસ્થાનની વિરાધના તે નથી થતી ને ? ના. તેમજ તેની વિરાધનાને આરંભ પણ કરતું નથી. પરંતુ ઉપરથી તે ધર્મસ્થાનની વૃદ્ધિ થયા કરે છે અર્થાત્ હ યાના ઉલ્લાસ અને સાચા ભાવથી તે તે અનુષ્ઠાનેમાં પરિણામની ધારા ચઢતી રહે છે. આ ધર્મસ્થાન-ધર્મ–જ જગતમાં સારભૂત છે, વળી ધર્મ જ આમાની સાથે પરભવમાં જતા હોવાથી આત્મભૂત છે અને ધર્મ જ સુંદર પરિણામરૂપ હેવાથી સાચે હિતકારક છે જ્યારે બીજું બધું ધનાદિક સર્વે અસાર જ છે.” વિશેષથી તે બધું જે અવિધિથી એટલે કે અનીતિ-અન્યાયાદિથી મેળવવામાં આવે તે તેના વિપાક