SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૮ : અંક ૧૬-૧૭ તા. ૧૯-૧૨-૯૫ બાબતના વિ સં. ૨૦૪૪ ના સંમેલનના કરા સંપૂર્ણ શાસ્ત્રીય અને સાચા છે.” આમ મીટીંગમાં જયારે એક મુદ્રાની ચર્ચા પણ પૂરી થઈ નથી, ત્યારે બધા ઠરાવોની શાસ્ત્રીયતા અને સચ્ચાઈ તમને કઈ રીતે સમજાઈ ગઈ તે આશ્ચર્યજનક છે. આપની આ વાત કેણ સાચી માની શકે ? હયાની પ્રમાણિકતા પૂર્વક આપ પોતે પણ આ વાત વિચારી જે સાચું હોય તે સ્વીકારજો. ચંદનબાળાની બેઠકનો કોઈ અહેવાલ અને જાહેરમાં મૂકવા માગતા ન હતા, કારણ કે એનાથી શાસનની શોભા વધવાને બદલે ઘટે તેવો ભય હતા. પરંતુ, હવે જયારે આપ મહાનુભાવો આપની રીતે ગોઠવીને એ અહેવાલ બહાર મુકે છે ત્યારે અમને ન છૂટકે સત્ય હકીકત રજુ કરવી પડે છે. ચંદનબાળાની તે બેઠકમાં તમારી જેમ અમે પણ હાજર હતા તેથી આ અહેવાલ પણ આંખે દેખ્ય, સ્વસ્ટ અને સત્ય સમજશે, સિવાય કે ઇશ્વસ્થતાના કારણે તેમાં કયાંક કુટિ રહી ગઈ હોય. એવી ત્રુટિ કે અમને જણાવશે અને તે સાચી પ્રતીત થશે તે તે તેમના આભાર પૂર્વક અમે સુધારી લઈશું. બેઠકમાં શરૂઆતથી જ સવદ્રવ્યથી પૂજન અંગે ચર્ચા શરૂ થઇ, તેમાં શાસ્ત્રપાઠની વિચારણા તે બાજુ પર રહી ગઈ. ચંચને દર પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજયજી મ. સાથે પધારેલા બે ત્રણ નાના મહાત્માઓએ હાથમાં લઈ લીધે અને કુતર્કોના જોરે ચર્ચાની ગાડી વિતંડાવાદના પાટે ચઢાવી દીધી. દેખીતી રીતે જ ચર્ચામાં શિસ્તનો અભાવ જણાઈ આવતું હતું. શાસ્ત્ર પાઠ ૨જુ થતાંની સાથે તે અંગે કોઈ પણ વિચારણા થાય તે પહેલા જ “અમારે તે દેવદ્રવ્યભક્ષણુને શબ્દશઃ સીધો પાઠ જોઈએ” એવી મોટા અવાજે હોહા મચાવી શાસ્ત્રીય વિચારણાને તે નાના મહાત્માઓએ લગભગ અશકય બનાવી દીધી હતી. વિતંડાવાદની પરાકાષ્ટા તે ત્યારે થઇ, કે જયારે .પં. શ્રી ચંદ્ર. શેખર વિજયજી મ. જેવા ગીતાથે પણ એમ જ કહ્યું કે મારે તે “શ્રીમંત પણ કૃપણતાના દેવદ્રવ્યથી પૂજા કરે તો તેને કારણે દેવદ્રવ્યભાણુને દોષ લાગે એવા શાસ્ત્રના સ્પષ્ટ અરે જ જોઈએ, તે સિવાયના બીજા શાસ્ત્ર પાઠો ન ચાલે. જૈનશાસનમાં જાણે કેવળ શબ્દાર્થ સિવાય ભાવાર્થ, તાત્પર્યાથ, દંપર્યાથ કે અર્થપત્તિથી પ્રાપ્ત થતા ફલિતાર્થને કેઈ સ્થાન જ ન હોય એવા પ્રકારની તેઓશ્રીની રજુઆતની યોગ્યતા વિચારણીય ગણાય. ચર્ચા સમયે લગભગ ચાલીસેક જેટલા શ્રાવકે ત્યાં ઉપસ્થિત હતા, તેમાં શાસ્ત્ર દ્રષ્ટિએ ભણેલા ગણાય તેવા મોટા ભાગે એછાં હતા. તેમાંના કેટલાકને આવા વિતંડાવાદમાં જે ઉભા થઈને મોટા અવાજે બેલે તેમનું પહેલું નમતું લાગે અને પૂ. નયવર્ધન વિજયજી મ. જેવા બેઠા બેઠા ગંભીરતા પૂર્વક ધીમા અવાજે બે કે, તેમનું પલ્લું ઊંચું લાગે તે સ્વાભાવિક છે, પણ હકીકતમાં તેવું હોતું નથી. એ
SR No.537258
Book TitleJain Shasan 1995 1996 Book 08 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1995
Total Pages1048
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy