________________
આ
એ કે ચિં ત ન
જ
ઉત્તમ હામચિન્તા ચ, મેહચિન્તા ચ મધ્યમાં
અધમા કામચિન્તા ચ, પરચિતાધમાધમાં છે આત્મ હિતેષી પરમષિઓએ, આત્માથી મુમુક્ષુઓને દેષથી દુર રહી ગુણ સમુખ થવા માટે જગતના મનુષ્યની ઓળખ આ સુભાષિતમાં બહુ જ સુંદર રીતે કરાવી છે. જગતમાં જઘન્યપદે ગજ પર્યાપ્ત મનુષ્યોની સંખ્યા માત્ર ગણત્રીશ. આંકડાની છે. અર્થાત સંખ્યાતા જ ગર્ભ જ પર્યાપ્ત મનુષ્ય છે. તે બધાનું વર્ગીકરણ આ એક જ સુભાષિતમાં કરવામાં આવ્યું છે. તે કરતાં પરમર્ષિ કહે છે કે- “ઉત્તમ છ આત્મચિંતામાં મગ્ન હોય છે, મધ્યમ જીવો મોહ ચિંતાથી ગ્રસ્ત હોય છે, અધમ જીવા કામચિંતાથી બળે છે અને અધમાધમ જીવે પરિચિતામાં જીવે છે.” આના પરથી છાની કક્ષા ઓળખી શકાય છે. અહી ચાર પ્રકારના છની વિચારણા કરાઈ છે, અન્યત્ર ઉત્તમ, મધ્યમ અને અધમ એ રીતના છના ભેદ પાડવામાં આવ્યા છે. જ્યારે શ્રી ષટપુરૂષચરિત્રમાં “ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ એમ છ પ્રકારે જીવોનું વર્ગીકરણ કરાયું છે.
ટુંકમાં આ વર્ગીકરણથી આપણે ઢાળ, આપણી વિચારણા કઈ તરફ છે તેના પરથી આપણે જાતે જ આપણી જાતને ઓળખી શકીએ. આજે હાલત એ છે કે બધાને બરાબર નખશિખ ઓળખવાને દાવો કરનાર આત્મા, હકીકતમાં પોતાની જાતને પણ ઓળખતે નથી !
જેઓને એક માત્ર પોતાના આત્માના હિત સિવાય બીજી કઈ જ ચિંતા હતી નથી. જેમની બધી જ પ્રવૃત્તિ પિતાના આત્માના હિતને માટે જ હોય છે અને ઉપલક્ષણથી પિતાના પરિચિત-આશ્રીતેના આત્માના હિતને માટે જ હોય છે તેને ઉત્તમ જ કહેવાય છે. કેમકે, કહ્યું છે કે, “આત્માને ઓળખે તેને બધું જ ઓળખું અને આત્માને જ ન ઓળખે તેને કશું જ જાણ્યું નથી ભલે દુનિયામાં સુકાર તરીકે ગણાય પણ વાસ્તવમાં તે અજ્ઞ જ છે.માટે ઉત્તમતાને પામવા અ ભચિતા કરવી- આત્માના હિતકર માગે જ પ્રવત્તિ કરવી તે શ્રેયસ્કર છે.
| મધ્યમ કક્ષાના જીવ કુટુંબ-પરિવારાદિના મેહના કારણે તેમના ભરણ-પોષણ, પાલનાકિની ચિંતામાં મગ્ન હોય છે. મેહ જેમને મૂંઝાવે, મેહના કહ્યા મુજબ બધી પ્રવૃત્તિ કરે, મેહની આજ્ઞા મુજબ જીવે તે મધ્યમ કક્ષાના જીવો છે. મહિને શત્રુ જાણી આત્માની ચિંતા કરનારા બને તે તે જીવ પણ ઉત્તમ બની જાય.
એક માત્ર કામ-ભગ પાંચે ઈન્દ્રિયના અનુકુળ વિષને મેળવવાની અને મજેથી ભોગવવાની ચિંતામાં જ મગ્ન હોય તે અધમ જ કહેવાય છે. આના પરથી જ નકકી થાય છે કે કામ અને કામને માટે જરૂરી અર્થ આત્માને અધમ કેટેમાં લઈ જાય છે. તે તેવા અર્થ-કામને માટે ધર્મ પણ કરાય આવી વાતે કરવી તે કેટલી બધી નિમ્ન કક્ષા કહેવાય.
(જુએ ટાઇટલ ૩જું).