________________
(અનુ. ટાઈ. ૨ નું ચાલુ)
: જૈન શાસન (અઠવાડિક)
• ક્યાંથી આવેલ છવ કઈ લબ્ધિ પ્રાપ્ત કરે તે અંગે –
પહેલી નારકીમાંથી નીકળેલા ચક્રવતી થઈ શકે. બીજી નારકીમાંથી નીકળી વાસુદેવ બલદેવ થઈ શકે. ત્રીજી નારકીમાંથી નીકળી શ્રી જિનેશ્વર દેવ થઈ શકે એથી નારકીમાંથી નીકળી ભવાત કરી શકે અર્થાત કેવળજ્ઞાન પામી મેક્ષે જઈ શકે. પાંચમીમાંથી નીકળી મનુરાપણું અને સાધુપણું પામી શકે. છઠી નારકીમાંથી નીકળેલાને અનંત૨ભવે મનુષ્ય થવાની ભજના છે એટલે કે કઈ મનુષ્ય થાય પણ ખરા અને કેાઈ મનુષ્ય ન પણ થાય. પણ જે મનુષ્ય થાય તે સવવિરતિ ન પામે પણ દેશવિરતિ પામી શકે. સાતમી નારકમાંથી નીકળેલા ચક્કસ મનુષ્યપણું પામતાજ નથી પણ તિય"ચપણું પામે છે અને ત્યાં સમતિ પામી શકે છે.
તેવી રીના વૈમાનિકમાંથી આવેલા જ શ્રી અરિહંત અને વાસુદેવ થઈ શકે છે. જયારે બલદેવ અને ચક્રવતી સર્વ દેવનિકાયમાંથી આવેલા થઈ શકે છે. શ્રી વાસુદેવહિડિમાં તે નાગકુમારમાંથી નીકળી અનંતભવે એરવત ક્ષેત્રમાં આ અવસર્પિણીકાળમાં શ્રી જિનેશ્વર દેવ છે એમ જે કહ્યું છે ત્યાં તત્વ તે શ્રી કેવલી જાણે.
“કમત સમજાશે.”
-વિરાગ ભાઈ ! રે તારી માતાને એક વરદાન આપેલું હતું. તેણી આજે તને રાજ્ય અપાવી, વરદાનની વસુલાત કરવા ઈચ્છે છે. જે કુટુંબમાં કાયમને માટે સંપ છે, ત્યાં આવા પ્રસંગે નિદનીય ગણાતા નથી. હવે તું રાજય નહી લે તે, તારી જન્મદાત્રી માતાને અનાદર થાય છે, અને મારા વચનને વિધાત થવાથી કે કેરીનું દેવું રહી જવાનું કલંક ઉભું રહે છે, હવે તે તારે મારી પ્રતિજ્ઞા, પોતાની માતા પ્રત્યેની ભક્તિ, અનેતારા મોટાભાઈ રામ ચંદ્રની ઉદારતાને, આદર આપે તે જ ઉચિત છે.
ભાઈ ! કે તું હઠીલે બનીશ તે મારી ઉપર પ્રતિજ્ઞા ભ્રષ્ટતાનું કલંક ઈતિહાસમાં લખાઈ જશે; માટે દિકરા, સમજી જા. સુપુત્રોએ, પિતાના માતા-પિતા અને વડીલ બંધુની આજ્ઞા માન્ય રાખવી જ જોઈએ. તારી ઉદારતા કરતાં પણ, વડીલનાં વચનની કીમત ઘણી મોટી છે.