________________
૩૧૨
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તૈયાર કરેલા પંઠિયા જ્ઞાન ભંડારેમાં અર્પણ કરીને વિધિપૂર્વક જ્ઞાનની આરાધના કરવાને
હા અને સંતેષ લઈ શકાય. “જિયા બરુને નામે ઓળખાતી કલમે કે જેમાં શાહી ચુસવાની ક્ષમતા વધુ હોય અને એકવાર શાહીમાં બોળીને ઘણું લખી શકાય તેમજ ઘસાય તે રીફીલની જેમ ફેંકી ન દેતાં છોલીને તરત તૈયાર કરી શકાય એવી કલમેની ભેટ ધરી શકાય. નકામી પેન્સિલે અને નોટબુકેના ઢગલા જ્ઞાનપાંચમને દિવસે જ્ઞાન પાસે આવીને કરવા કરતાં આવી ઉપયોગી કલમે કે પૂઠિયા કે ઓળિયાને એ ભવ્ય વારસે કરી જીવંત કરવા જેવો છે. એળિયું” કે “કાંટિયા” તરીકે ઓળખાતું એ સાધન જેમાં ચોક્કસ અંતરે દેરીએ એવી રીતે ગોઠવેલી હોય છે કે એની પર કાગળ મુકીને દબાવવાથી લાઈન એની મેળે પડી જાય છે જેથી સાહીથી ખવાતા કાગળનો ભય દૂર કરી શકાય છે. કાગળ કે કબાટમાં જીવાત ન પડે એ માટે રસાયણથી બનેલી ડામરની ગોળી એને બદલે ગાંધીને ત્યાંથી ઘડાવજનું ચૂર્ણ કરીને રાખવામાં આવે તે જીવાતને ભય ટળી શકે છે. સામાન્ય સ્થિતિ ધરાવતે અને છતાંયે જ્ઞાન ભક્તિથી છલકતાં હદયવાળો શ્રાવક પણ આ રીતે તે ભક્તિ કરી શકે છે. પ્લાસ્ટિકના સાપડાએાને બદલે સુખડ–સાગ સીસમના સાપડા કે માટીના ખડિયા દ્વારા જ્ઞાનભક્તિ થઈ શકે છે. સરકારની નજરને આજે જયારે દેવદ્રવ્યની જેમ જ્ઞાનભંડાર પર પણ ભય રહેતો હોય ત્યારે મકાનની અંદર, નીચે અંડર ગ્રાઉન્ડ પુસ્તકાલયે તૈયાર કરવાની તાતી જરૂર છે. જે હસ્તલેખન કરી શકે એ લેખન દ્વારા વારસે જાળવે. જે એ ન કરી શકે અને લાભાંદરાયને ક્ષપશમ હોય એ ધનને સન્માર્ગે ઉપયોગ કરી જ્ઞાન ભંડારો ઊભા કરાવી શકે, લહિયાઓ બેસાડી શકે, માત્ર ભારતદેશના દસ હજાર જેને દરરોજ ઓછામાં ઓછાં પાંચ લોક પણ જાતે લખવાને સંકલ્પ કરે તે વરસે દોઢથી બે કરોડ લેક પ્રમાણ સાહિત્યનું હસ્તલેખન થઈ શકે ને એ સાહિત્યમાંથી આવનારી પ્રજમાંથી એકાદ વ્યક્તિ પણ જે જ્ઞાન ભણી આત્માને ઉદ્ધાર કરશે તે એ પરંપરા ટકાવવાને લાભ એ લખનારને અવશ્ય મળવાને જ છે. તે ચાલે આ વર્ષે પારંપરિક નેટ પેન્સિલ લાવી જ્ઞાનપાંચમની ઉજવણી કરવા કરતાં ભંડારમાં પેસી ગયેલા ભેજને દૂર કરવા નજીકના જ્ઞાન, ડારને ખોલી પવિત્ર પ્રતેને ખેલી તડકે વગેરે આપી ભેજ દૂર કરવાને કે નવી ઘેડાવજની પિટલીએ મુકવાને કે એકાદ સીસમનું કબાટ અર્પણ કરવાને કે નવા પુસ્તક કે પ્રતને નવા પોથીબંધન લગાવવા દ્વારા જ્ઞાનની આરાધના કરવાને સંકલ્પ કરીએ.
સુધારે વર્ષ ૮ વિશેષાંકમાં પેજ ૩૭ ઉપર કાતિક શેઠની કથામાં છેલ્લી લીટીમાં કાતિક શેઠ ચારિત્ર પાળી ૧ લા દેવલોકમાં ઈન્દ્ર થયા અને ઐરિક તાપસ મૃત્યુ પામીને તે જ દેવલોકમાં ઈદ્રના વાહન હાથી પણે ઉત્પન થયે સુધારીને વાંચવું.