________________
ન
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વિશેષે કરીને તેના વિપાકને પામે છે અર્થાત ફલની સંમુખ થાય છે. તેથી જીવને ધમગુણ અંગીકાર કરવાની શ્રધ્ધા ઉત્પન થાય છે. શ્રી જૈન શાસનમાં સાધુપણાને જ ધર્મ કહ્યો છે. તે ધર્મગુણને અંગીકાર કરવાની શ્રધા ઉત્પન થાય તે શું કરવું જોઈએ તે કહેવા માટે આ બીજા “સાધુધર્મપરિભાવના” સૂત્રને ઉપન્યાસ કરે છે. • ન જાયાએ ધમ્મગુણપડિવત્તિ સદ્ધાએ ભાવિજા એએસિં સર્વ પયઈ– સુંદરત્ત અણુગામિત્તપરેવયારિત્ત પરમન્થલેઉત્ત. તણા દુરાણુચરત્ત, સંગે દારૂણ, મહામોહજણગ, ભૂઓ દુલહત્તતિ. એવં જહાસતીએ ઉચિઅવિહાણેણું અચંતભાવસાર પડિવજિજજજા. તું જહા-જુલપાણાઇવાયવિરમણું ૧, થુલગભુસાવાયવિરમણું ૨ ચુલગઅદત્તાદામવિરમણું ૩, થલગ-મેહુણવિરમણું ૪, થુલગ-પરિગહવિરમણું ૫ સિચ્ચાઇ.
જગતમાં બુદ્ધિમાન પુરૂષે કેઈપણ પ્રવૃત્તિ કરતાં પૂર્વે તેના ગુણ-દેષને વિચાર કરીને પછી તેમાં પ્રવૃત્તિ કરતાં હોય છે. જ્યારે મુગ્ધ જી આપ્તપુરૂન વચન ઉપરની શ્રદધાથી પ્રવૃત્તિ કરનારા હોય છે. તેથી જ પ્રથમ સૂત્રના વારંવાર શ્રવણ-મનનચિંતવન અને પરિભાવનથી તથા ભવ્યવાદિના પરિપાક બાદ–તથા પ્રકારનાં કર્મના ક્ષપશમથી જીવને સાચા ભાવથી ધર્મગુણેને અંગીકાર કરવાની સાચી શ્રધા ઉત્પન્ન થાય છે. શાસ્ત્રકાર પરમર્ષિઓએ કરણભિલાષ-કરવાની આકંઠ ઈરછા ને શ્રધ્ધા કહી છે. આવી શ્રદધા પેદા થાય ત્યારે તે તે ધર્મગુણનું સ્વરૂપ વિચારવું જોઈએ. કેમકે, કઈ પણ વસ્તુની સાચી પરિક્ષા કર્યા વિના સાચું તત્વ હાથમાં આવતું નથી. જે વસ્તુ સવીકારવી હોય તેના લાભાલાભને વિચાર કરે પણ જરૂરી છે. તેથી જ આ ધર્મગુણો કેવા એકાતે હિતકારી અને લાભદાયી છે તેનું વર્ણન કરતાં કહે છે કે
“પયઇ સુંદરત્ત–આત્માના રાગ-દ્વેષાદિ સંકલિષ્ટ પરિણામને શુદ્ધ કરનારા હેવાથી સ્વભાવથી જ સુંદર છે. આણુગામિત્ત-વારંવાર તેનું આવનાદિ કરવાને કારણે આમામાં તેના ગાઢ અને દઢ સંકાર પડવાથી, ભવાંતરમાં પણ તેની જ વાસના ઉત્પન્ન થાય છે તેથી તે ધર્મગુણે અનુગામી-ભવની સાથેને સાથે જ જનારા છે. પરોવયારિત'–ભગવાનની આજ્ઞા મુજબ વર્તવાથી સવ-પર કેઈને પણ તે ગુણો જરાપણુ દુઃખ-પીડાદિને નહિ કરનારા હોવાથી પરોપકારી છે.
પરમથઉત્તર-અને પરંપરાએ આત્માના શુધ, સાચા અને વાસ્તવિક સ્વરૂપ મોક્ષના હેતુભૂત થવાથી પરમાર્થના હેતુભૂત છે.
(ક્રમશ:)