________________
ચિરંતનાચાર્ય વિરચિત
'' || - ભાવાર્થ લખનાર
થી પંચ સૂત્ર
– મુનિરાજ શ્રી
"
[મૂળ અને ભાવાથ]
પ્રશાંતદશન વિજયજી મ.
[ ક્રમાંક-૪ ]
.
||
હવે સારા ઉપાયની પ્રાપ્તિરૂપ ફલ કહે છે.
તહા આસગલિજજતિ પરિપસિજજતિ નિમ્નવિજજતિ સૃહકમાણુબંધા. સાબંધ ચ સુહકમ્મ પગિટું પગિદ્રભાવજિજઆં નિયમફલર્યા. સુપઉરો વિમહાગએ સુહલે સિઆ, સુહપવરંગે સિઆ, પરમસુહસાહગે સિઆ. અપડિબંધમેઅ અસુહભાવનિરહેણું મુહભાવબીઅહિંસુપણિહાણું સમ્સ પઢિાવવું, સમ્મસઅવં અણહિઅવંતિ.
તેમજ સંવેગ પૂર્વકનાં આ સૂત્રનાં પાઠાદિથી શુભકર્મોના અનુબંધ ખેંચાય છે, ભાવની વૃદ્ધિને લીધે પુષ્ટ થાય છે, અને પરિસમાપ્તિને પામે છે અર્થાત્ પિતાના શુભ વિપાકને આપવા યોગ્ય બને છે. આ અનુબંધ સહિત કર્મ શ્રેષ્ઠ છે, એ શુભ કર્મ શ્રેષ્ઠ ભાવથી ઉપજેલું છે તેથી તે નિયમે કરીને સુંદર ફળને આપનારું છે. સારી રીતે સેવેલા ઉત્તમ ઔષધની જેમ એકાતે કલ્યાણ કરનારું અને શુભ ફળને આપનારું છે. અનુબંધ કરીને પણ શુભ કર્મોમાં જ પ્રવૃત્તિ કરાવનારૂં છે અને પરંપરા એ પરમસુખ સ્વરૂપે નિર્વાણ પર-મોક્ષને પ્રાપ્ત કરાવનારૂં થાય છે. તેથી જ કરીને કઇ પણ જાતના પ્રતિબંધ એટલે કે નિયાણ રહિત, અશુભ ભાવને રોકવા વડે અને આ સૂત્ર શુભભાવનું બીજ છે એમ સમજીને સુંદર કેટિના પ્રણિધાન-સારી રીતે પ્રશાન્ત મનવચન કાયાની એકાગ્રતા વડે આ સૂત્ર ભણવું જોઈએ, સારી રીતે બીજા પાસે સાંભળવું જોઈએ અને તેના અર્થનું ચિંતન કરવું જોઈએ.
હાઉ મે એસા આણુઅણુ સમ્મ રિદ્ધિપુવિઆ ઈત્યાદિ પદેના કારણે આ નિયાણ સ્વરૂપ છે એ પ્રમાણે નહિ માનવું જોઈએ. કેમકે, ધર્મના ફળ તરીકે સંસારના સુખની, રાજા-મહારાજા-ચક્રવતીપણાની કે દેવ-દેવેન્દ્રપણાની ઇરછા કરવી. કરેલો ધર્મ વેચીને ભવાંતરમાં મને આવું આવું સુખ કે આવી આવી પદવીની પ્રાપ્તિ થાવ તેમ માગવું તેનું નામ નિયાણું છે. કહ્યું પણ છે કે
ફિલસ્ટકમબન્ધહેતોભવાનુંબન્ધિાન: સંવેગશૂન્યસ્ય મહભિગ-' ગૃદ્ધાવધ્યસાનસ્ય નિદાનત્વાત.