________________
સંઘ અને શાસનના ગૌરવ પર કુઠારાઘાત કરનારા મુક્તિદૂત' માસિકના આવા લખાણે અંગે “મુકિતદૂત પાસેથી જવાબ માંગવાની પળ શું
પાકી ગઇ નથી ? મકરાણુનો પત્થર અને મૂતિ પણ પત્થર છે ?
કમાલ તો એ છે કે દેરાસરના પત્થરને શિલ્પી ઘસે તો તેને દેવદ્રવ્ય આપી શકાય છે. અને તે પથ્થર ને ધોઈને પૂજારી સાફ કરે તો તેને દેવદ્રવ્ય આપી શકાતું નથી કે –“મુકિતદૂત' એગષ્ટ ૧૯૯૫, પેજ ૧૧ સકળ સંઘને નમ્ર નિવેદન
- પં. ચન્દ્રશેખર વિજયજી વિ. સં. ૨૫ની સાલનું ચાતુર્માસ હું અને મારા શિષ્યો (૩૫ થી વધુ) તપવન (સાબરમતી પાસે) કરવાના હોવાથી, કેઈપણ સંદ. ચાતુર્માસ અંગે વિનંતિ કરવા માટે મારી પાસે આવવું નહીં. વિશિષ્ટ સંયમપાલન અને શાસ્ત્રીય સ્વાધ્યાયની ધુમ મચાવી દેવાનો હા માણવાની અમારી સહુની ભાવના છે. એ રીતે અમે સહુ વિશિષ્ટ સંયમપાલન અને શાસ્ત્રીય સ્વાધ્યાયની વિશિષ્ટ રીતે અન્તર્મુખતાની મસ્તી અનુભવીશું.
–મુકિતદૂત, સપ્ટેમ્બર, ૧૫, પેજ ૧૯ વાચકો ને નમ્ર સૂચન,
- પં. ચન્દ્રશેખર વિજયજી 1 મારા લખાણમાં કયાંય એવું જોવા મળે કે એક વિચાર રજુ કરાયા બાદ તેને વિરોધી વિચાર રજુ કરાયે હેય આવું બનવામાં તે વખતના મારા સન્દર્ભો કારણભૂત બન્યા હોય છે. કયારેક રાજકારણુદિના વિષયમાં પલટાતા દેશકાળનો સન્દર્ભ અથવા કયારેક પાછળથી પ્રાપ્ત થતું શાસ્ત્રીય ચિંતન અને વિચાર બદલવાની ફરજ પાડતા હોય છે. * આવા વખતે વાચકને માર પછીને વિચાર માન્ય રાખ પૂર્વ વિચાર રદ કર તે અંગે મારી ક્ષમાપના જાણવી. મને લાગે છે કે વાસ્તવિકતાને સ્વીકાર કરવા માટેની મારી તૈયારીને કારણે પ્રથમ રજુ થયેલા વિચારથી મારે પીછેહઠ કરવી પડતી હોય તે તે કઈ અઘટિત કૃત્ય બની જતું નથી.
તપવન : તા૧૫-૮-૯૫ ઉપરોક્ત મુકિતદૂત અંક પેજ ૨૦.]
મુકિતદૂત” માં પૂ. પંન્યાસજી શ્રી ચન્દ્રશેખર વિજયજી ગણિવરે ઉપર મુજબના લખાણ-નિવેદને પ્રસિદ્ધ કર્યા છે. લખાણ નિવેદન જે કહેવા માંગે છે, એ એકદમ સ્પષ્ટ છે. એથી એની પર વધુ પિષ્ટ-પિષણ કરવાની જરૂર જણાતી નથી. આનાથી શાસન સંઘની ગરિમા કેટલી બધી કલંકિત થઈ છે, એ વિષયમાં કઈ કહેવા જેવું નથી. આ બધું એકદમ સ્પષ્ટ છે. છતાં આમાંથી નીચેના જે ફલિતાર્થો,