________________
વર્ષ ૮ અંક ૫ તા. ૧૯-૯-૯૫ :
-
. : ૨૨૫
નાશ થવાથી શુદ્ધ આશયવાળી થાઓ, સમ્યફ પ્રતિપત્તિ રૂપ એટલે કે અમેદનીય તે તે અનુષ્ઠાનેને સારી રીતે ભાવથી કરવાવાળી થાઓ, અને તેને સારી રીતે નિવાહ કરવા પૂર્વક અતિચાર વિનાની થાઓ. કેમકે અચિત્ય શકિતથી યુકત એવા તે શ્રી અરિહંત પરમાત્માદિ રાગ-દ્વેષથી રહિત છે, સર્વજ્ઞ છે અને તે તે ઉપાય વડે દરેક પ્રાણિઓને પરમ કલ્યાણના કારક અને પરમ કલ્યાણના હેતુભૂત છે. જ્યારે હું તે મૂઢ છું, પાપી છું, અનાદિમેહથી વાસિત છું, અને પરમાર્થથી હિતાહિતને અજાણ છું. તેથી તે શ્રી અરિહંત પરમાત્માદિના સામર્થ્યથી હિતાહિતને જાણ થાઉં એટલે કે અહિતથી પાછો ફરું અને હિતમાં પ્રવૃત્તિ કરનારે થાઉં. અને પોતાનું હિત જાણીને સર્વ પ્રાણીઓની ઉચિત સેવા વડે આરાધક થાઉં. એટલા માટે હું સુકૃતને ઈરછું છું, સુકૃતને છg, છું, સુકૃતને ઈચ્છું છું. .
આવી રીતે સુકૃતનું આસેવન-કરવા રૂપે કરાવવા રૂપે અને અનુમોદવા રૂપે ઉત્તમ જ છે અને શ્રી બળદેવમુનિ, રથકાર અને મૃગના દષ્ટાંતથી વિશેષથી તેનું પરિભાવન કરવું જોઈએ.
હવે આ સૂત્રને પાઠ કરવામાં ફલને કહે છે. આ
એવમે અં સન્મ પઢમાણુટ્સ સુણમાણસ અણુપેહમાણુક્સ, સિટીલીભવતિ પરિહાયંતિ ખિજતિ અમુકમ્માણબંધા. નિરણુંબધે વાસુહકમે ભગસામન્થ સુહપરિણામેણું, કશુગબદ્ધ વિઅવિસે, અમ્પલે સિઆ, સુહાવણિજજે સિઆ, અપુણુભાવે સિઆ.
' આ પ્રમાણે આ સૂત્રનો સંવેગ સહિત સારી રીતે પાઠ કરનાર અથવા બીજા પાસે સાંભળનાર અથવા તેના અર્થનું બરાબર ચિંતવન કરનાર મનુષ્યના અશુભ કર્મના અનુબંધ; મંદવિપાકને લીધે શિથિલ થાય છે, તેના મુદ્દગલે દૂર થવાથી હાનિને પામે છે. મંદ થાય છે અને વિશેષ પ્રકારના તીવ્ર ઉત્તમ અધ્યવસાયને લીધે મૂળમાંથી પણ નાશ થાય છે. ત્યાર પછી અનુબંધ રહિત એવું જે કાંઈ અશુભ કર્મ બાકી રહ્યું હોય તે આ સૂત્રને સારી રીતે પાઠ કરવાથી, સાંભળવાથી કે ચિંતનથી ઉત્પન્ન થયેલા શુભ પરિણામથી સામર્થ્ય રહિત ભગ્ન સામર્થ્ય વાળું થાય છે. એટલે કે પોતાના અશુભકામને વિપાક બતાવવા શક્તિમાન થતું નથી. જેમકે મંત્રના પ્રભાવથી વિષયુક્ત ભાગને દેરીથી બાંધવામાં આવે છે તે વિષને વિકાર આગળ વધતું નથી તેમ શુભ પરિણામથી સામર્થ્ય હીન બનેલું તે અશુભ કર્મ અપફળવાળું બને છે, સુખે કરીને સંપૂર્ણ વિનાશ કરવા લાયક થાય છે. તથા ફરીથી તેવા પ્રકારને ઉત્કૃષ્ટ કર્મબંધ ન થાય તેવું અપુનભવવાળું થાય છે. આ પ્રમાણે અશુભની નિવૃત્તિરૂપ ફલ કહ્યું. . (ક્રમશઃ)