________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૫ :
*
: ૧૦૪૩
જણાતું હતું, એજ વાતાવરણ આ મહાપુરુષે વિરોધનો સૂર ઉઠાવ્યો અને એક વાવાઝોડાની જેમ પૂરા જેન જગત ઉપર ફરી વળ્યું. એથી હતાશ થયેલા એક વાગે આ વિરોધની વસૂલાત કરવાની તક ગતવા માંડી. પૂ. આચ વઢવશ્રી ત્યારે શાંતાકુર મુંબઇમાં ચાતુર્માસ બિરાજમાન હતા.
પર્યુષણના દિવસે ચાલતા હતા અને ભવ્યાતિભવ્ય શાસન પ્રભાવનાનું સર્જન થઈ રહ્યું હતું. એમાં સંવત્સરીને સૂર્ય ઊચ્ચે. કેટલાક વિરોધીઓ ભાડુતી ટેલું લઈને શાંતાક્રુઝના વ્યાખ્યાન હેલમાં ઘુસી ગયા અને વિના કારણે હે હા કરીને એઓએ વાતાવરણ ડહોળી નાંખ્યું. પૂ.શ્રીએ પૂછયું કે તમે બધા શા માટે આવ્યા છે? તમારે આગેવાન કોણ છે? અને તમે શું કહેવા માંગે છે ?
આગેવાની વિનાના એ ટેળાએ જવાબ વાળે ? તમે નવાંગી ગુરુપૂજન કેમ કરે છે? અમે આજે કેઈપણું હિસાબે નવાંગી પૂજન નહિ જ થવા દઈએ.
વાતાવરણમાં વ્યાપતી ઉગ્રતા ને વ્યગ્રતા જોઈને કેટલાંક આગેવાનોએ પૂ.શ્રીને પૂછયું કે, આપને વિરોધ ન હોય, તે હમણાં જ પોલિસને હાજર કરી દઈએ. જેથી વાતાવરણ શ ત થઈ જાય અને સંવત્સરીની આરાધનામાં વિક્ષેપ ઊભું ન થવા પામે.
પૂ.શ્રીએ સૌમ્ય મુખમુદ્રામાં કહ્યું કે આ બધાં જેને જ છે. એમની સામે પોલીસ લાવવાની હોય? આ તે બધા સમજી જાય, એવા છે ! આટલું કહીને પૂશ્રીએ એ ટેળાને ઉદ્દેશીને કહ્યું.
પહેલાં તમે એક વાત સમજી લે કે, હું નવાંગી ગુરુપુજન કરાવતું નથી. શાસ્ત્રમાં નવા ગી ગુરુપૂજનને નિષેધ મળતું નથી, ઠેરઠેર નવાંગી પૂજને થયાની વિગતે મળે છે. એથી કોઈ નવાંગી ગુરુપૂજન કરવાની ભાવના દાખવે, તે એને મારાથી અટકાવી કેમ શકાય? જો શાસ્ત્રમાં નવાંગી ગુરુપૂજનને નિષેધ મળતું હોય, તે જાહેરમાં માફી માંગવાની મારી હોયારી છે, અને કેઈ નવાંગી ગુપૂજન કરવા માંગતે હોય, તે એને અટકાવવાની જવાબદારી લેવા હું તૈયાર છું, નવાંગી ગુરુપૂજન જાતે કરાવવું અને કરતાંને અટકાવવું નહિ–ઓ બે વરચે તે ઘણું મોટું અંતર છે. આ તમે સમજી જાવ, તે તમારે વિરોધ શાંત થઈ જાય.'
- પૂ.શ્રીની આ વાત ખુબ વાજબી હતી, પણ વિરોધને ઝંડે જેમને પકડાવવામાં આવ્યું હતું, એ ઝનુન તે કશું જ સાંભળવા તૈયાર ન હતું. એને તે એક જ કદાગ્રહ હતો કે, નવાંગી ગુરુપૂજન નહિ જ થવા દઈએ અને બારસા સૂત્રનું વાંચન પણ નહિ જ થવા દઈએ.