________________
- ૧૦૪ર
,
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
સત્યના આ સમર્થનની વાતે જ્યારે “વીર શાસન” આદિ પત્ર દ્વારા વધુ ફેલાવો પામી, ત્યારે શાસનસમપિત આરાધના આનંદનો પાર ન રહ્યો. સાચું કહેવાના અવસરે આડુંઅવળું બોલનારા કે મૌન રહેનારા કેટલાક સાધુઓની ત્યારે બોલબાલા હતી, એથી આવી પળે સત્યના આવા સમર્થકનું દર્શન પણ ઘણા ઘણાને આનંદિત કરી મૂકે, એમાં શી નવાઈ?
આ પ્રસંગે ૧૯૮૭ની સાલમાં અમદાવાદમાં ચિત્ર વદ ૧૪ મળેલા દેશવિરતિ આરાધક સંઘના અધિવેશનમાં પાંચ પૌષધ ધારકેથી શોભતી સભામાં પૂ. પંન્યાસજી મ.જે ઉચ્ચારેલી વીરવાણીની સૌને સમૃતિ થઈ. ત્યારે તેઓશ્રીએ ખુમારી સાથે કહ્યું
' આભ અને પાતાળ એક થાય, ગમે તેવા ને ગમે તેટલાં કલંક અમારા માથે ચઢાવવામાં આવે, ગમે તેટલી કનડગત થાય, તે પણ પ્રભુની આજ્ઞા વિરુદ્ધ એક કદમ પણ અમે નહિ ભરીએ કે આવા વર્ગમાં અમે નહિ ભળીએ, પ્રભુ-માર્ગના વિરોધીનાપગમાં માથું મુકીને જીવવાનું અમે હરગીઝ પસંદ નહિ જ કરીએ. પ્રભુ આની ખાતર અમે એકલા પડી જઈએ, તે ય શે વધે છે? આ વાત હું ખુલી ચેલેજ રૂપે જાહેર કરતા ડરતે નથી.”
સાદ પડે જેમ રજપૂત છૂપ ન રહી શકે, એમ. શાસનની રક્ષાના પ્રસંગ આવતા શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મ. ધનુષ્યના રણટંકારે સમાં આવા પડકાર કર્યા વિના કયાંથી રહી શકે? ૧૩. માતા સમરથની સમર્થ સહાય
વિક્રમ સંવત ૨૦૨૯ ની સાલનું વાતાવરણ ભ. શ્રી મહાવીર પરમાત્માની ૨૫૦૦ મી રાષ્ટ્રીય ઉજવણી અંગેના વિરોધથી વ્યાપ્ત હતું. શાસનરક્ષાની પળ ઉપસ્થિત થઈ હોય, અને શકિત હોય, તે શાસન સમર્પિત નાનામાં નાને સાધુ પણ મૌન ન રહી શકે, તે પછી જેમના શિરે આચાર્યપદ જેવી જવાબદારી સ્થાપવામાં આવી હેય, એ શ્રી રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા જેવી પ્રચંડ શકિત-ભકિત-યકિત તે કયાંથી મૌન રહી શકે?
- ૨૫૦૦ મી ઉજવણીના રાષ્ટ્રીય સ્તરને વિધ પુ. આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મા એ શરુ કર્યો અને ઉજવણીના ઉપાસકોના પેટમાં તેલ રેડાયું. એમને થયું કે, હવે આપણુ પાસા પિબાર નહિ પડે. જે ઉજવણીનું વિરોધી-વાતાવરણ પૂર્વે એક ફૂંક જેવું