________________
'
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વાર નહિ લાગે.” સાચું ફરીને ઉપાશ્રયે આવ્યું. મંગલાચરણ થયા બાદ વિરોધી યુવક વર્ગ વ્યાખ્યાન અટકાવવા એવી માંગણી કરી કે, અમને અમારા પ્રશ્નના જવાબ મળવા જોઈએ એ વિના આ ધાંધલ-ધમાલ શાંત નહિ થાય.
પં. શ્રી રામવિજયજી મ. જે આ માંગણીને સ્વીકાર કરતા કહ્યું કે, બપોરે બે વાગે તમને તમારા બધા જ પ્રશ્નના જવાબ આપવામાં આવશે, બસ ! યુવકે શાંત થઇ ગયા. પ્રવચન ચાલુ થયું. પ્રવચનની પૂર્ણાહુતિ થતા સુધીમાં જ વગર પૂયે ઘણા ઘણા પ્રશ્નોના જવાબ મળી ગયા હતા. બપોરે પ્રશ્નોની ઝડી વરસી, પણ બધા પ્રશ્નના જવાબ મળતા વિરોધીઓ મેઢામાં આંગળા નાખી ગયાં. '
આ પછી વઢવાણમાં પ્રવેશ વખતે પણ ધાંધલ ધમાલને સિલસિલો ચાલુ રહ્યો. વ્યક્તિને જોયા-ઓળખ્યા વિના જ વિરોધ કરનારા માણસે શ્રી રામવિજયજી મ. ને જ સામેથી પૂછે કે, રામવિજયજી મ. કયાં છે, અમારે કાળા વાવટા બતાવીને એમને વિરોધ કરે છે. જ્યારે જવાબ મળે કે હું જ છું. તમે ખુશીથી વિરોધ કરી શકે છે. ત્યારે વિરોધીઓ એવી ભેઠપ અનુભવે કે, એમના હાથમાંથી કાળા વાવટા આપો. આપ જ પડી જાય.
હરામવિજયજી! પાછા જાવ'ના વિરોધી લખાણેને સુધારીને “હે રામવિજયજી! ભલે પધાર્યાના લખાણે દ્વારા પ્રખ્યાત પાટણના એ ચાતુર્માસમાં પ્રવેશની રોમાંચક વાતે આજે ય પાટણના વાતાવરણમાં ઘુમરાઈ રહેલી છે. આમ, મુંબઈની શાસન પ્રભાવના પછીને એ કાળ પૂ. પં. શ્રી રામવિજયજી મ. માટે એક તરફ ભકતની વૃદ્ધિ કરાવનારે, તે બીજી તરફ વિરોધના વાતાવરણને વધુ વ્યાપક બનાવનારે પણ બની રહ્યો ! ૧ર, સાદ પડે રજપૂત છૂપે નહિ. - ૧૯૯૦ના ખંભાત ચાતુર્માસ પછી સમય હતો. પૂ. આ. શ્રી દાન સૂ. મ. આદિ ખંભાત રોકાયા અને પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવર આદિ મુનિવર ખંભાત આસપાસના નાર, પેટલાદ, ધર્મજ આદિ ગામમાં વિચારણા કરવા પધાર્યા ગામડે ગામડે પ્રવચને દ્વારા એવું ધર્માકર્ષણ પેદા થયું કે, જેથી જેને-અજેનેથી પૂ. ની પ્રવચન સભાઓ ભરપૂર રહેવા માંડી. આ બધી વાતે વાયરે ચડીને શ્રી રાજચન્દ્ર આશ્રમ (આગાસ)ના કાર્યકર્તાઓના કાનમાં પહોંચી. એમને , ભાવના થઈ કે, આવા પ્રવચનકારને આપણા આશ્રમમાં લાવવા જ જોઈએ. | કાર્યકર્તાઓ વિનંતી કરવા આવ્યા. પં. શ્રી રામવિજયજી ગણિવરને થયું કે,