________________
વર્ષ ૭ અં? ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ :
: ૧૦૧૯
થોડા દિવસ પછી ત્રિભુવન ફરી સ્ટેશને ગયે, ત્યાં આવેલા પાર્સલમાં રેશમી કાપડનું એક નાનકડું પાર્સલ હતું, એ નજર ચૂકવીને ત્રિભુવને પિતાની થેલમાં મૂકી દીધું ? આ પાર્સલ ન મળતા માસ્તર ખૂબ મુંઝાયા. ગાડે બધા પાર્સલ ગણીને માસ્ત. રને સોંપ્યા હતા, એથી એ પાસલની જવાબદારી માસ્તરની ગણાય. બે દિવસ પછી : એ પાર્સલ ૯ઈને ત્રિભુવન સ્ટેશન માસ્તર પાસે ગયો. એણે ઘરના પૈસાની પુનઃમાંગણી કરી માસ્તરે કહ્યું: તું તારી કયાં માંડે છે? મારા માથે તે મોટી ચિંતા આવી પડી છે. રેશમી કાપડનું એક પાર્સલ જડતું નથી.
ત્રિભુવને કહ્યું માસ્તર સમજી જાવ. અનીતિના પિતા રાખશે તે આવી ઘણી આપત્તિઓ આવશે, લે, આ રેશમી કાપડનું પાર્સલ અને મને આપી દે ઘટના પૈસા જેથી હિસાબ ચૂકતે થઈ જાય, ત્રિભુવનને માસ્તર તરફથી પૈસા મળી ગયા.
બાપ-દાદાઓનું ડું દેણું હતું અને એ દિવસોમાં એ દેણું ચૂકવી શકાય, એવી પરિસ્થિતિ ન હોવાથી તેણેદારોને સમજાવીને રતનબા પાછા વાળતાં. એમાં એક દિ જરા માથાભારે એક લેણદાર ઉઘરાણી માટે આવ્યા. ત્યારે ત્રિભુવન ઘરમાં ફલનું લેસન કરી રહ્યો હતો. લેણદારે ગુસ્સામાં આવી જઈને આડું અવળું ઘણું સંભળાવી દીધું. રતનવા માટે ય એ જેમતેમ બેલે. એણે કહ્યું: “પૈસા લેતા મીઠા લાગે છે અને આપવાના અવસરે આવું સાંભળવું પડે, એ ય કઠે છે ? તો
. ત્રિભુવનનું વીરત્વ આ ટેણે સાંભળીને કાબૂમાં ન રહ્યું. એણે જવાબ વાળે, જેમને તમે પૈસા આપ્યા છે, એમની પાસે ઉઘરાણી કરવા જાવ, આ રીતે અમને શા માટે હેરાન કરે છે ?” આ સાંભળીને રતનબા દેડતાં બહાર આવ્યા. એમણે ત્રિભુવનના માં પર હાથ મૂકતાં કહ્યું બેટા ! આમ ન બોલાય, પૈસા ચૂકવવાની જવાબદારી આપણી જ છે. પણ હાલ સંગ સારા નથી. એથી વિવશ છીએ, માટે આવું બોલવા બદલ કાકાની માફી માંગ ! - ત્રિભુવને લેણદારની માફી માંગી. પછી લેણદારને દાદીમાએ શાંતિથી કહ્યું “હાલ અનુકુળતા નથી, અનુકુળ પરિસ્થિતિ થતા તમારા પૈસા પહેલા ચૂકવીશું, માટે નિશ્ચિત રહેશે.” આ સાંભળીને લેણદારને પણ શાંતિ થઈ.
ચુનીલાલ શિવલાલે ત્રિભુવનની હોંશિયારી અને બહાદુરી જોઈને એને વેપારના કામકાજ મ ટે એકવાર રાજસ્થાન જેવા દૂરના પ્રદેશમાં આવેલા બાલોતરા ગામમાં મેકલેશે. આ પ્રવાસ એકલપંડે કરીને જ્યારે ત્રિભુવન પાદરો આવે, ત્યારે પાદરામાં સૌએ એના ખૂબ વખાણ કરેલા.