________________
વર્ષ ૭ અંક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ :
"
-
૧૦૧૩
કેદનીય વાતમાં આવી જઈને, દક્ષિણ્યતામાં પણ ભાન ભૂલીને અથવા કોઇન, પણ શેહમાં દબાઈ જઈને, માર્ગ મુકાઈ જાય તેમ કરવું, તેમાં લાભ નથી પણ નુકશાન જ છે. માગના પાલનમાં મકકમ રહેવાથી માગે વિરુ દ વાતમાં સાથ નહિ, આપવાથી કદાચ મૂર્ખાઓ માનતા હોય તે માનવાનું બંધ કરે કે જગત ફસી જાય તેની પણું પરવા મહાપુરુષને હોય નહિ. આ પણ મહાપુરુષો. આટલા મકકમ ન હોત તો, પ્રભુ શાસન આપણા સુધી શબ્દ સ્વરૂપે પહોંચી શકત નહિ. એ મહાપુર પોએ ઘણું બધું સહ્યું પણ “માંગને શબ્દ ને અખંડિત રાખ્યો તો આજે આપણે શબ્દ માની યથાશકિત આરાધના પણ કરીએ છીએ. આજે તો આ માંગને શુધિ રાખવાની તે શુધ સ્વરૂપે વહેતે રાખવાની કપરી જવાબદારી આપણું સૌની છે. આપણી મહત્તાની ખાતર, મોટાઈ ટકાઇ રાખવા કે વચનને ઊભું રાખવા આ માગને ખરાબ કર, અગર છતી શક્તિએ બેદરકાર બન્યા રહીને આ માગને ખરાબ કરવા દેવો એના જેવું ભયંકર પાપ એક નથી. અધમ કરવામાં જે પાપ સમાયેલું છે તેના કરતાં વધુ પાપ અધાર્મિકતા ઉપર ધર્મસંમતિને એપ” ચઢાવવામાં છે. '
શાસનસેવા અને ધર્મસેનના બણગાં ફેંકી ઉગતા યુવાન વર્ગને માર્ગમાં દોરી જતા, લેકરૂચિ અનુકૂળ જમાનાવાદના વાક બેલી તાલીએ પડાવી, સત્યસિદ્ધા તેને અપલોપ કરવામાં જીવનને લહાવે માનતા વક્તાઓ વિવેચકને રાફડો ફાટયે છે ત્યારે પૂજયશ્રીજીના આ વચને કેટલાં ઉપકારી છે તે વાચકે સ્વયં વિચારી લે. - આ મહ પુરૂષ શાસનની રક્ષા માટે જીવનભર ઝઝુમ્યા, સાચા આદર્શોની અણ મોલ મુડી આપી, આત્મસવરૂપની ઓળખાણ કરાવી સ્વયં સન્માર્ગની સાધના કરીકરાવી જીવનને ધન્યતમ બનાવી ગયા. તેમના પગલે ચાલવામાં જ કલ્યાણ છે અને એક અંગ્રેજી કહેવત પ્રમાણે “ધી લીસ ઓફ ગેટ એન એલ રીમાઈન્સડઅસ, ધેટ વી કેન મેક અવર લીસ સલાઈમ” મહાપુરૂષની જીવન કહાણીએ આપણને આપણું જીવન સુઘંડિત બનાવવાની પ્રેરણ કરે છે. આજ ભાવના સાથે સદ્દગુરૂના સાચા સેવક-ઉપાસક બની આ મનુષ્યભવને સાર્થક કરી સિદ્ધિ પદને શીધ્ર પામનારા બનીએ તે જ મંગલ મહેચ્છા,
જ
, *