SearchBrowseAboutContactDonate
Page Preview
Page 947
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૭ એક ૪૫-૪૬ તા. ૨૫-૭-૯૫ : - - ૧૯૦૫ હદયમાં તેની કારમી વેદના થતી હોય છે અને તેઓ એ જ ઈરછે છે કે- “કઈ શકિતશાલી પાકે અને આને નિષેધ કરે! શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજને ગુરૂદેવ આચાર્યભગવાન શ્રીમદ્દ દેવચંદ્રસૂરીશ્વરજી મહારાજા જેવા મહાપુરૂષે પણ, એક વાર પ્રસંગ પામીને એ વિચાર કર્યો હતે કે-દ્ધિકકાર છે પત્થર જેવા અમને, કે જેમની હયાતિ છતાં મસરવાળા મિથ્યાષ્ટિઓ જેને અતિશય ઉપદ્રવ પમાડે છે. આવા ઉપકારી મહાપુરૂષોને જ અનુસરવાની ઈરછાવાળો એ કે હેય, કે જે શાસ્ત્રપાઠના બેટા અર્થો કરીને પણ સિદધતિથી વિપરીત વાતેને ફેલાવવાનો પ્રયત્ન કરનારાઓ વિષે છતી શકિત અને છતી સામગ્રીએ મૌન રહે ? જેનાર્મા સુશ્રદધા હોય, તે તે એવા પ્રસંગે બેદરકાર રહી શકે જ નહિ. “છતી શકિતઓ અને છતી સામગ્રીએ જે એવા પ્રસંગે મૌન રહેવાને અને સણસ્થ બનવાને ડેળ કરે છે, તેનામાં ભવભીરતા અને શ્રઘાસંપન્નતા છે.” –એવું માનવાને કોઈ બુધિશાલી તૈયાર થાય જ નહિ. ઉપકારી, મહાપુરૂષે તો ફરમાવે છે કે-એવા પ્રસંગે છતા સામર્થ્ય જેઓ ઉપેક્ષા સેવે છે, તેઓ શ્રી જિનાજ્ઞા ના વિરાધક બનીને ઘેર સંસારમાં જ પરિભ્રમણ કરનારા બને છે. આથી તેવા અવસરને પામીને, મારી શકિત મુજબ મેં પુસ્તકો લખ્યાં છે એ વાત સાચી છે તેમ જ તેવા અવસરને પામીને વ્યાખ્યાને દ્વારા અને તે દ્વારા પણ ઉન્માર્ગના ઉમૂલનપૂર્વક સન્માર્ગનું સ્થાપન કરવાને યત્કિંચિત શકય પ્રયાસ મેં કર્યો છે-એ વાત પણ સાચી છે કે એટલું જ નહિ, પણું વર્તમાનમાં ય પ્રસંગે પ્રસંગે હુ તેમ કરવાનો શકય પ્રયત્ન અવશ્ય કરું છું અને ભવિષ્યમાં ય આ જાતિના પ્રયાસ પ્રત્યે કોઈ પણ રીતિએ ઉપેક્ષાભાવ ન આવી જાય, એની પણ બનતી. સાવધગીરી રાખું છું. માત્ર આ પ્રયત્નના સ્વરૂપને સમજવામાં પ્રશ્રકાર ભાઈએ ભૂલ કરી છે. કેઈ પણ માણસને પરાજય પમાડવાની ઇચ્છાથી જ આ જાતિને પ્રયત્ન થયો નથી અને પણ નથી. શાસ્ત્રોના પાઠોને બેટા અર્થો કરીને, સિધાન્તથી વિપરીત વાતોને પ્રચાર કરનારને પણ તેને પરાજય પમાડવાની ઈરછાથી, પ્રતીકાર કરવાનો હોય જ નહિ. તે તે બીચારે તેના પાપે પરાજય જ પામી રહ્યો છે. કારણ કે તે દુષ્ટ કર્મોનું ઉપાર્જન કરી રહ્યો છે. તે બીચારાની તે દયા ખાવાની હોય. ધ્યેય તો સિધાન્તસંરક્ષણનું જ હોય. પ્રતીકારને પ્રયત્ન કેવા સ્વપરહિતને અનુલક્ષીને, સિધાન્તસંરક્ષણના ધ્યેયથી જ કરવો જોઈએ. કેઈ પણ રીતિએ એમાં પર–પરાજયની વૃત્તિને મહત્તવ નહિ આપવું જોઈએ.. સિધ્ધાન્ત આદિ તારક વસ્તુઓના સંરક્ષણ માટે, શાસ્ત્રવિહિત પ્રતીકારની પ્રવૃતિ કરવીએ એક વાત છે અને સામાને પરાજિત કરવાને માટે કઈ પ્રવૃત્તિ કરવી-એ બીજી વાત છે. આ બે વસ્તુઓને ભેદ સમજાઈ ગયા બાદ, પ્રશ્નકારે જે પ્રશ્ન પૂછયે છે તે
SR No.537257
Book TitleJain Shasan 1994 1995 Book 07 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1994
Total Pages1072
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy