________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પરિમાજને આગળ કરીને આઘાપાછા થવાનું તેમને વધુ ગમે છે. વાંધા જનક વિધાને કરતા રહીને, વધે ઉઠાવનારાઓને- “પૂછાવીને નિર્ણય ઉપર આવવાની વિનંતી કરતા રહેવાનું હવે તેમને કઠે પડી ગયું છે. વાંધાજનક વિધાને કરતાં પહેલાં, છપાવતા પહેલાં, વાંધો ઉઠાવનારાઓને પૂછાવવાનું તેઓશ્રીને કયારેય યાદ આવતું નથી રાજકારણીઓની વિનંતી જેવી વિનંતી કરવાને બદલે વાંધો ઉઠાવનારાએની વાતને વિચારવાનું રાખ્યું હોત તે આવી વાંધાજનક વિનંતી કરવાને સમય લેખકશ્રીને ન આવત બાકી આ પુસ્તકમાં ઢગલાબંધ વિધાન શાસ્ત્રાધાર વિહીન . કરવામાં આવ્યા છે. એ વાત લેખકશ્રીના પણ ધ્યાન બહાર તે નથી જે છતાં પુસ્તકમાં કરેલા વિધાને શાસ્ત્રાધાર સાથે જ કરાયા છે. એવું ખાંખારીને લખી નાંખવાની તેઓશ્રીની “હિમત” અપ્રતિમ છે. . . પ્ર. દેવદ્રય, ગુરૂદ્રવ્ય અ દિના સંબંધમાં વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં મળેલા મુનિસંમેલને જે પરામર્શ કરીને શાસ્ત્રીય નિર્ણય લેવામાં આવ્યા હતા તેને પણ આ પુસ્તકમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે.” લેખકીયની આ વાત સામે તે તમારે વાંધો નથી ને ?
ઉ.-વિ. સં. ૨૦૪૪ની સાલમાં અમદાવાદમાં કેટલાક શ્રમણનું મુનિ સંમેલન શા માટે મયુ? કેટલા ગીતાર્થોને ઈરાદાપૂર્વક સંમેલનમાં આમંત્રણ ન આપ્યું ? સંમેલનની કાર્યવાહી કેટલાને પસંદ હતી? સંમેલનની ભીતરની વાત કેવી અને કેટલી ચોંકાવનારી હતી ? સંમેલનના નિર્ણો કેવા વાંધાજનક અને અશાસ્ત્રીય હતા? સંમેલનના અગ્રણી આચાર્યોમાંથી કેટલા આચાર્યો સંમેલનમાંથી ખસી ગયા? વગેરે બાબતે ગજાહેર છે. દેવદ્રવ્ય, ગદ્રવ્ય વગેરે અંગે સંમેલને લીધેલા વિવાદાસ્પદ નિર્ણને હજી પણ પ્રતિકાર થઈ જ રહ્યો છે છતાં તે નિર્ણયને “શાસ્ત્રીય નિર્ણય તરીકે પ્રચારવાનું સંમેલનનું ઝંડાધારીઓનું કુત્ય અને તેની પાછળ રહેલી તેઓની રાજરમતને લોકોએ એળખી લેવી જોઇએ. આ પુસ્તકના ખાસ સમર્થકે જે રીતે સંમેલનના કલેવરને ખભે ઉપાડીને ફરી રહ્યા છે તે રીતે બીજા સમુદાયે સંમેલનને મહત્વ આપતા નથી. ખરેખર તે સંમેલનના વિવાદાસ્પક નિર્ણયને આ પુસ્તકમાં “ઉલેખ કરવામાં આવ્યા છે એમ કહેવા કરતા વિવાદાસ્પદ નિર્ણાનું ઝનુન પૂર્વક સમર્થન કરવામાં આવ્યું છે એમ લેખકે લખવાની જરૂર હતી માટે તેમની ઉપરક્ત લેખકીય વાત સામે પણ અમારે જરૂર વાંધે છે.
પ્ર. “કહ્યું છે કે, ધર્મદ્રવ્યના કોઈપણ ખાતાને ગેરવહીવટ કરનાર આત્મા દારિદ્રય પામે, રેગિષ્ટ બને, અપયશને ભાગી બને. તેને કુળનો નાશ થઈ જાય.” [૨] આ શાસ્ત્રીય વાતમાં વિશેષ કશું કહેવું છે?