________________
વર્ષ ૭ : અંક: ૨૭ તા. ૭-૩-૯૫ , લાગે છે. અર્થાત્ પોતે કરેલાને નાશ અને પોતે નહિ કરેલાની પ્રાપ્તિને પ્રસંગ આવે છે. તે આ રીતના પોતે કર્મ કરે તે પણ કર્મનું ફળ બીજાને મળે, કર્મ બંધ બીજાને થાય અને કમને ક્ષય અન્યને થાય, ભુખ બીજાને લાગે અને તૃપ્તિ બીજે પામે. તેવી રીતના હિસ-હિંસક ભાવે પણ ઘટી શકતા નથી તે જ રીતના માતા-પિતા, પુત્રપુત્રી, પત્ની આદિને વ્યવહાર પણ ઘટી શકતું નથી. આથી બૌદ્ધોને ક્ષણિકવાદ રૂપ સિદ્ધાંત પણ ટકી શકતું નથી.
માટે સ્યાદવાદ શેલીથી આત્મા નિત્ય પણ છે સ્વીકારવાથી બધા વ્યવહાર સમુચિત રીતે ઘટી શકે છે. અને અન્યની એક પણ યુકિત ટકી શકતી નથી.
પ્ર : ૨૪૯–ત્રીજું સ્થાનક સમજાવે.
ઉ ? જેમ આત્મા છે, આત્મા નિત્ય છે તેમ ત્રીજું સ્થાન “આત્મા કર્મોને કર્તા પણ છે.” કર્તા એટલે કે કરનાર કેઈપણ કૃતિ–વસ્તુ આદિને કરનાર તેને કર્તા કહેવાય છે તેની જેમ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને મન-વચન-કાયાના યોગોની મદદથી, કમ સાથે જે સંબંધ રચે છે તેથી આત્મા કમને કર્તા પણ છે.
પ્ર : ૨૫૦-તેમાં આપેલું દષ્ટાંત સમજો.
ઉ : જેમ જગતમાં કુંભકાર, દંડ-ચાકડે-મૃત્તિકા આદિની સહાયથી કુંભ-ઘડાને કર્તા કહેવાય છે તેની જેમ મિથ્યાવાદિની સહાયથી આત્મા પણ આત્મા સાથે કર્મોને સંબંધ કરાવવાથી, આત્મા પણ કર્મોનો કર્તા કહેવાય છે.
પ્ર : ૨૫૧-નિશ્ચયનયથી આત્મા કેવો છે ? ઉ : નિશ્ચયનયથી આત્મા પિતાના ગુણને કર્તા છે. પ્ર : ૨૫૨–વ્યવહારનયના કેટલાં ભેદ બતાવ્યા અને કયા કયા ?
ઉ. વ્યવહારનયના અનુપચિત વ્યવહાર નય અને ઉપચરિત વ્યવહારનય એમ બે ભેદ કહ્યા છે.
પ્ર : ૧૩-અનુપચરિત એટલે શું ? ઉ : મુખ્ય પણે જે હોય તે અનુપચરિત કહેવાય. પ્ર : ૨૫૪-ઉપચરિત એટલે શું ? 8 : ગણપણે જે હોય તે ઉપચરિત કહેવાય. પ્ર : ૨૫૫-અનુપચરિત અનેઉપચરિત વ્યવહારનયથી આત્માનું કર્તાપણુ જણાવે.
ઉ: અનુપચરિત વ્યવહાર નથી આત્મા, પુદ્દગલ દ્રવ્યરૂપ કમને પણ કર્તા છે જ્યારે ઉપચરિત વ્યવહારનયથી આત્મા, પિતાના શહેર વગેરેને પણ કર્તા છે.