________________
વર્ષ ૭ અંક ૨૬ : તા. ૨૮-૨-૯૫ :
૧ ૬૩૭,
એક જીવાત્માની સાથે દરેકે દરેકના જીવાત્મા ૫૭ જુદા થાય છે. માટે જેમ હું પોતે આત્મા છું તેમ મારા જેવા અનંતાનંત આતમાઓ છે.
દશ રાણેને યથાયોગ્ય પ્રાપ્ત થાય તે રીતે જે ધારણ કરે તેને પ્રાણી-જીવની વાત ઉપર કરી તે સંસારી જીવાત્મામાં તે ઘટી શકે પણ મેક્ષમાં ગયેલા જીવોમાં તે આ દશમાંથી એક પણ પ્રાણ લેતા નથી તે તેમાં આત્માની સિદિધ કઈ રીતના કરવી? આવી શંકાનું સમાધાન આપતાં ઉપકારી પરમર્ષિઓ ફરમાવે છે કે-અતિ-ગચ્છતિ તાન્ તાન્તનાદીનું પર્યાયામ્ ” અર્થાત્ જે અનંતજ્ઞાનાદિ પર્યાયમાં જે પરાવર્તિત થયા કરે છે તે આત્મા છે. અને આત્માને વ્યુત્પત્તિ નિમિત્તક આ અર્થ શ્રી સિદધ પરમાત્મામાં પણ સમુચિત રીતે ઘટી શકે છે માટે સિધ્ધાત્માની સિદ્ધિ પણ સારી રીતના થાય છે,
પ્ર : ૨૪૫-બીજું સ્થાન સામાન્યથી સમજાવે.
ઉ : પહેલાં સ્થાનમાં “આત્મા છે' તે વાતની સિધિ કરી આવ્યા. જે આત્મા છે પણ તે નાશવંત હોય, ક્ષણ વિનાશી હોય તે બધી જ ક્રિયાઓ નિરર્થક અને નિહેતુક બની જાય છે. આત્મા છે ખરે પણ “આત્મા નિત્ય છે? તે બીજું સ્થાન છે. નિત્ય વસ્તુને પૂર્વ અનુભૂત ચીજ-વસ્તુને ખ્યાલ હોય છે. જે ક્ષણવિનાશી વસ્તુ માનીએ તો તેને અનુભૂતિને પ્રશ્ન જ ઉત્પન્ન થવાનું નથી. ગણ અનુભૂતિ થતી જોવામાં આવે છે માટે નકકી થાય છે કે આત્મા નિત્ય છે.
પ્ર : ૨૪૬-આત્માની નિત્યની સિધિમાં કર્યું છાન આપ્યું છે?
ઉ : આત્મા નિત્ય હેવાના કારણે પિતે અનુભવેલી પૂર્વની વસ્તુ યાદ કરી શકે છે. જેમકે, નવજાત બાળકને જન્મતાંની સાથે જ સ્તનપાનની ઈચ્છા થાય છે અને પૂર્વભવોની વાસના-સંસ્કારના કારણે જ કેમ સ્તનપાન કરવું તે આવડી જાય છે, પણ શીખવાડવું પડતું નથી. તેમાં પૂર્વભવના અનુભવની અનુભૂતિ જ કારણ છે, જે તેવા અનુભવની અનુભૂતિ ન હોત તે આમ બનત પણ નહિ. માટે નિશ્ચિત થાય છે કે, આત્મા નિત્ય પણ છે.
[ ક્રમશઃ ] : પાંચ “વકાર વૃદ્ધિ પામેલા અનર્થકારી છે ?
वैरवैश्वानरव्याधि-वादव्यसनलक्षणाः ।
महानाय जायन्ते, वकाराः पञ्च वद्धिताः ॥ વૈર, વૈશ્વાનર-અગ્નિ, વ્યાધિ, વાદ અને વ્યસન રૂપ આ પાંચ “વકારે વૃદ્ધિ પામેલા મહાન અનર્થ માટે થાય છે.