________________
જૈન ધર્મ પ્રચાર-એક પ્રયત્ન
એક પરિવર્તનશીલ વિશ્વમાં દરેક વસ્તુ પરિવર્તનશીલ છે, એક દિવસે જ્યાં ઉચા આકાશને આંબતી હવેલી દેખાતી ત્યાં આજે કુતરા વિચાળે છે.
જ્યાં અસંખ્ય માનવીને મેળે ઉત્સવ કરતે હતું ત્યાં આજે ભૂતડા રડે છે.
ખંતથી જ કે ધર્મનીતિ, રાજનીતિ સમાજ ને વ્યકિત સર્વ સમયના પ્રભાવથી બદલાતા રહે છે. જેને માં પણ કાલને પ્રભાવ પડે તે સ્વાભાવિક છે. કાલની વિષમતાથી જૈન ધર્મ પણ છીન ભીન પ્રત્યક્ષ થઈ ગયે.
જ્યાં કરડે લાખોની સંખ્યામાં વીતરાગ પ્રભુના ઉપાસક હતા. ત્યાં ૨૨-૨૨ તીર્થકરોની કલ્યાણકભૂમિઓ હતી. એવા બિહારમાં સ્થાનીય એક પણ જેન ઘર નથી. પ્રશ્ન થી સ્વાભાવિક છે. જે ક્ષેત્રનું નામ પણ પ્રભુવીરના વિચરવાથી બિહાર પડયું હતું. જ્યાં લાખો લેકે જેને હશે એ નિર્વિવાદ વાત છે. પરંતુ વર્તમાન સ્થિતિ એનાર્થ વિપરિત કેમ? આ પ્રશ્નને ઉતર મેળવવા માટે આપને ભૂતકાળને વાંચ પડશે.
ચરમ તીથપતિ પ્રભુ મહાવીરના નિર્વાણ બાદ ભયંકર દુકાળ પડયા હતા. ત્યાં પૂર્વ ભારતની પ્રજા વિશેષ કરીને અહિંસા પ્રેમી શ્રાવક વગ દુષ્કાળ જનિત હિંસાથી ત્રાસી જઈને કે દક્ષિણ દિશામાં કઈ પશ્ચિમ દિશામાં ચાલ્યા ગયા.
જે શ્રાવકે ત્યાં રહ્યા હતા તેઓ સંમેતશિખરને કેન્દ્ર બનાવી તેની આજુબાજુ વસી ગયા છે ત્યાં ખનિજ પદાર્થના વ્યવસાયમાં મગ્ન થયા. જેના પ્રભાવે સેંકડો સંખ્યામાં ધનવાન લોકોએ જિનમંદિર સ્થાપ્યા જેના જૈન દર્શનના અવશેસે આજે પણ પુરૂલીયા, વર્ધમાન બાકુડા, દુમકા આદિ ક્ષેત્રોમાં મલે છે. આ પ્રમાણેથી અનુભવ થાય છે કે આ ક્ષેત્રમાં શ્રાવક વર્ગ ૧૨૦૦ વર્ષથી વધુ રહ્યાં હશે.
કંઈ રાજય ઉપદ્રવ શાસકના દુવ્યવહારને કારણે સાધુ સંતોને સંબધ તુટી ગયો હતે.
કાલાન્તરે શ્રાવકના સરાવક નામે ઓળખાયા પણ બંગાલી ભાષામાં વકારને કે સ્થાન - હિ હોવાથી સરાવકને સરાક ભાઈ તરીકે ઓળખાવા લાગ્યા. કંઈ પરિસ્થિતિ વશ ધર્મથી પણ દૂર નીકળી ગયા. પરંતુ આચાર ક્રિયા જતા આજે પણ લાગે છે કે તેઓ જૈન શ્રાવક છે. ૧) શુધ્ધ શાકાહારી છે (જે બિહાર બંગાળમાં ગૌરવની વાત છે) [૨] પાણી ગાળીને જ વાપરે છે. [૩] લસણ વાપરતા નથી. [૪] સર્વના ગૌત્રદેવ તીથ. કરના નામથી જ છે [૫] ભજનમાં કાપ શબ્દ પ્રોગ નથી કરતા.