________________
વર્ષ
૭ અંક : ૧૯ તા. ૧૦ ૧-૯૫
: ૫૦૧
અવધૂતના વેષે તેઓ કરી રહ્યા છે. વિક્રમ રાજાને પ્રતિબધ કરવાના હેતુથી પુનઃ ઉજ જયિની નગરીમાં આવે છે. મહાકાલના મંદિરમાં ઉતરી મહાક લ નામના શિવલિંગ તરફ પગ રાખી સૂઈ જાય છે. સવારના મંદિરના પૂજારીઓ આવી આ દશ્ય જોઈ અવધૂતને ઊઠાડવા પ્રયત્ન કરે છે અને તે તરફ પગ નહિ રાખવા કહે છે પણ આ કાંઈ સાંભળતા જ નથી. ઘણે પ્રયત્ન કરવા છતાં પણ કાંઈ પરિણામ નહિ આવતા મહાકાલ ભકત એવા વિક્રમ રાજા પાસે જઈ બધી વાત કરે છે. ૨ જાના માણસે આવી સમજાવવા છતાં પણ માનતા નથી તેથી તેને ઉડાડવા શિક્ષા કરવા કેરડા મારે છે. પણ તે કેરડા અવધૂતને ન વાગતા રાજાની રાણીઓને વાગે છે, રાણીઓ બચાવેબચાવો"ની ચીસાચીસ કરી મૂકી છે. તે જોઇ રાજા, અવધૂતને ચમત્કારિક માની તેની પાસે આવે છે અને હાથ જોડી વિનંતિ કરે છે. કે-ભગવંત ! અમારા ઈષ્ટદેવ તરફ પગ રાખી સૂવું આપના જેવાને શોભતું નથી. તે ગુસ્સે થશે તે તમને પાયમાલ કરી નાખશે. તેઓ કહે છે કે-રાજનું આ દેવ તે મારી સ્તુતિને પણ સહન કરી શકે તેવા નથી. તેમ કહી પહેલા ભગવાન શ્રી મહાવીર દેવની સ્તવના રૂપ સ્તુતીઓ રચે છે. તે પછી શ્રી કલ્યાણ મંદિર સ્ત્રોત્રની રચના કરે છે જેની અગિયારમી ગાથા બોલતાં જ શિવલિંગ એકદમ ફાટે છે અને તેમાંથી દેદીપ્યમાન શ્રી અવંતિ પાશ્વનાથ ભગવાનની પ્રતિમા પ્રગટ થાય છે. આ જોતાં જ સૌ આચય પામે છે.
રાજાના પૂછવાથી કહે છે કે-યુગપ્રધાન આચાર્ય શ્રી આર્ય સુહસ્તિ મહારાજા નલિની ગુમ વિમાનના વર્ણન રૂ૫ અધ્યયનને પાઠ કરી રહેલા તે સાંભળતા જ અવંતિસુકુમાલને નતિ સમરણ થતાં પોતે નલિની ગુલમ વિમાનમાંથી અત્રે આવ્યા તે સમજાયું અને ત્યાં જવા તેમની પાસે દીક્ષા ગ્રહણ કરે છે. તે જ રાત્રિમાં ઉપસર્ગને મજેથી સહન કરી નલિની ગુલમ વિમાનમાં દેવ તરીકે ઉત્પન થાય છે. યુગપ્રધાનાચાર્યથી પ્રતિબોધ પામેલી તેમની ભદ્રામાતા અને એકત્રીશ પત્નીએ દીક્ષાને લઈ કલ્યાણ સાધે છે. એક ગર્ભવતી પત્ની બાકી હોવાથી સમયે પુત્રને જન્મ આપે છે અને તે પિતાની યાદમાં “અવંતિ પાર્શ્વનાથ ભગવાનનું જિનાલય બનાવે છે. કાલાંતરે બ્રહ્મ
નું જે ૨ વધતા તે બિંબ ઉપર આ મહાકાલ નામથી શિવલિંગને કરી તેને પૂજે છે. જે મારી સ્તવના સહન ન કરી શકવાથી મૂલ બિંબ પ્રગટ થાય છે. આ રીતના શ્રી વિક્રમ રાજાને પ્રતિબંધ કરે છે.
શ્રી વિક્રમરાજાએ જે રીતના શત્રુંજય મહાતીર્થને સંઘ કાઢયે છે તેનું વર્ણન શ્રી પર્યુષણ મહાપર્વમાં સાંભળીએ છીએ.